રાજસ્થાન પરત ફરેલા દંપતીની નજર ચૂકવી રૂપિયા છ લાખના દાગીનાની ચોરી
અમદાવાદ: રીક્ષામાં ફરતા અને લુંટ કરતી ગેગોએ હવે માઝા મુકી છે નિર્દોષ નાગરીકો રીક્ષામા વચ્ચે બેસાડીને ધક્કા મુકી કરીને તો ક્યારેક ડરાવી ધમકાવીને માટે મારીને તેને લુંટી લેવાની ઘટનાઓ સામે આવી છે પોલીસ દ્વારા કેટલીક ટોળકીઓને ઝડપી લેવામાં આવી હોવા છતા આ લુટારૂઓ બેફામ બનીને રહ્યા છે એકલ દોકલ અથવા બહાર ગામ થી આવતા લોકને ખાસ ટાર્ગેટ કરતા રીક્ષા ગેંગનો ભોગ હવે રાજસ્થાનનું એક વૃદ્ધ દંપતી બન્યુ છે શાહીબાગ ખાતે ગયેલુ દંપતી રાજસ્થાનથી ઘરે પરત ફરતા રીક્ષામાં બેઠેલા તસ્કરોએ નજર ચુકવીને રૂપિયા છ લાખની કિમતના સોનાના દાગીના ભરેલી થેલી ચોરી લેતા ચક્ચાર મચી છે.
રમેશચંદ્ર બંસીલાલ સોમાની નીલકંઠ રીવરવ્યુ શાહીબાગ ખાતે રહે છે મૂળ વતન રાજસ્થાન ખાતે કોઈ સામાજીક પ્રસંગમાં હાજરી આપવા રમેશભાઈ તેમના પત્ની સાથે ગયા હતા જ્યાંથી બે ત્રણ દિવસ અગાઉ પરત ફર્યા હતા અને એસટી બસમાંથી કાલુપુર બ્રિજ ખાતે ઉતરી ફુટ માર્કેટ નજીકથી એક ઓટો રીક્ષામાં ઘરે આવતા નીકળ્યા હતા જેમાં આગળ તથા પાછળ અગાઉથી કેટલાંક ઈસમો હાજર હતા રમેશભાઈ અને તેમનાં પત્નીને વચ્ચે બેસાડીને સંકડાશનું બહાનું કહી મુસાફરનાં સ્વાગમાં બેઠેલા એક શખ્શે તેમની સોનાના દાગીના ભરેલી થેલી પોતાના પગમાં મુકી હતી અને રમેશભાઈનાં પત્નીએ થેલી પરત માગતા વાંધો નહી કહી ત્યા જ મુકી રાખી હતી
દરમિયાન શાહીબાગ આવતા સુધીમાં ટોળકીએ ભેગા મળી દંપતીની નજર ચુકવીને તેમાંથી સોનાનું સૂત્ર પાટલા બંગડીઓ અને વીંટીઓ સહીત છ લાખના દાગીના ભરેલુ પર્સ ઉઠાવી લીધુ હતુ અને તેમને ઘર આગળ ઉતાર્યા વગર રફુચક્કર થઈ ગયા હતા રમેશભાઈ ઘરે જઈ તપાસ કરતા દાગીના ચોરાઈ જવાની તેમને જાણ થઈ હતી આ બાબતે ફરીયાદ નોધાવવા તાબડતોડ રમેશભાઈ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે પહોચ્યા હતા વૃદ્ધ દંપતીની વાત સાંભળી પોલીસ પણ ચોકી હતી અને ચોરીનો આ ઘટનાનો ઉકેલ લાવવા કાલુપુર બ્રીજથી શાહીબાગ સુધીના સીસીટીવી કેમેરાના ફુટેજમાં મેળવી સંદિગ્ય શખ્શોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.