રાજસ્થાન બસપા ધારાસભ્યોને હાઇકોર્ટે હાલ રાહત આપી
જયપુર, બસપાના છ ધારાસભ્યોના કોંગ્રેસમાં વિલયને લઇ રાજસ્થાન હાઇકોર્ટે સોમવારે નિર્ણય સંભળાવ્યો હાઇકોર્ટના ન્યાયમૂર્તિ મહેન્દ્ર ગોયલની એકલ બેંચે આ નિર્ણયમાં કહ્યું કે મામલાનો ઉકેલ વિધાનસભા અધ્યક્ષ મૈરિટના આધાર પર કરે તેમણે અધ્યક્ષને આ સમગ્ર મામલાને સાંભળવા અને રદ કરવા માટે કહ્યું છે. હાઇકોર્ટમાં બસપા અને ભાજપના ધારાસભ્ય મદન દિલાવરે અરજી લગાવી વિધાનસભા અધ્યક્ષના ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૯ના નિર્ણયને પડકાર આપ્યો હતો વિધાનસભા અધ્યક્ષે બસપા ધારાસભ્યોના કોંગ્રેસમાં વિલયને મંજુરી આપી હતી બંન્ને અરજીઓમાં હાઇકોર્ટે તમામ છ ધારાસભ્યોનું સભ્ય પદ રદ કરવાની વિનંતી કરવામાં આવી હતી હાઇકોર્ટે લાંહી સુનાવણી બાદ ૧૪ ઓગષ્ટે મામલાની સુનાવણી પુરી કરી લીધી હતી કોરોના મહામારીને કારણે નિર્ણય સંભળાવ્યો ન હતો તેના પર આજે નિર્ણય સંભળાવવામા ંઆવ્યો હતો.
બસપાની ટીકિટ પર ચુંટણી જીતી વિધાનસભામાં પહોંચેલા છ ધારાસભ્યોએ ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ વિધાનસભા અધ્યક્ષ ડો સી પી જાેશીની સામે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થવા માટે પ્રાર્થના પત્ર રજુ કર્યોહતો તેનો અધ્યક્ષે સ્વીકાર કર્યો આથી બસપા અને ભાજપના ધારાસભ્ય મદન દિલાવર તરફથી હાઇકોર્ટની એકલબેંચની સમક્ષ પડકાર ફેંકવામાં આવ્યો હતો.HS