Western Times News

Gujarati News

રાજસ્થાન : બસ-ટ્રકની વચ્ચે ભીષણ ટક્કરમાં ૧૪નાં મોત

બિકાનેર: રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં સોમવારે સવારે ગમખ્વાર અને ભીષણ માર્ગ દુર્ઘટના થઇ હતી. જેમાં ઓછામાં ઓછા ૧૪ લોકોના દર્દનાક મોત થયા છે. સાથે સાથે ૨૦થી ૨૫ લોકો ઘાયલ પણ થયા છે. આ આ માર્ગ અકસ્માત શ્રી ડુંગરગઢની નજીક નેશનલ હાઇવે ૧૧ ઉપર થયો હતો. ટ્યુરિસ્ટ બસ અને ટ્રક વચ્ચે ભીષણ દુર્ઘટના થઇ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે, ૧૦ લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા.

જ્યારે અન્ય ચાર યાત્રીઓએ હોસ્પિટલમાં  દમ તોડી દીધો હતો. ઘાયલ થયેલા લોકોને હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાગ્રસ્ત બસ બિકાનેરથી જયપુર તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ અકસ્માતને લઇને દુખ વ્યક્ત કર્યું છે.

સાથે સાથે ઇજાગ્રસ્તોને સંપૂર્ણ સારવાર આપવા માટેની સૂચના આપી છે. અશોક ગહેલોતે કહ્યું છે કે, અકસ્માતને લઇને સંપૂર્ણ કાળજી રાખવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે, ૧૨મી નવેમ્બરના દિવસે પાલના ગામ નજીક જિલ્લામાં મિની બસ અને જીપ ટકરાતા સાત લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. ભોગ બનેલા મોટાભાગના લોકો જીપમાં મુસાફરી કરી રહ્યા હતા તે વખતે ભોગ બનેલા લોકો ચુરુથી બીકાનેર તરફ જઇ રહ્યા હતા. ધુમ્મસની સ્થિતિ  દિનપ્રતિદિન ગંભીર બની રહી છે. આવી Âસ્થતિમાં અકસ્માતનો સિલસિલો પણ વધી ગયો છે. ડ્રાયવરોને ધુમ્મસની સ્થિતિમાં  સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી ચુકી છે. જા કે, ધુમ્મસની સ્થિતિમાં ડ્રાયવરોની બેદરકારીના લીધે અકસ્માતો થઇ રહ્યા છે.

બિકાનેર અકસ્માત મામલામાં ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. બંને વાહનોની વચ્ચે ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રક પલટી ખાધા બાદ ઉંધી વળી ગઇ હતી. બીજી બાજુ પ્રવાસીઓથી ભરેલી બસના આગળના હિસ્સાને ભારે નુકસાન થયુ હતુ. અકસ્માત બાદ ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. વાહનોને દુર કરવા માટે બુલડોઝરની મદદ લેવામાં આવી હતી. બીજી બાજુ ઘાયલ થયેલા તમામ લોકોને નજીકની  હોસ્પિટલમાં  તરત જ ખસેડી દેવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.