રાજસ્થાન ભાજપમાં ઘમાસાણ થવાના એંધાણ

જયપુર, રાજસ્થાનમાં બે વર્ષ બાદ વિધાનસભા ચૂંટણીથી પહેલા બીજેપીએ મુખ્યમથકમાં લાગેલા બેનર-પોસ્ટર બદલી દીધા છે. પાર્ટીના નવા પોસ્ટરમાં પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપીની દિગ્ગજ નેતા વસુંધરા રાજેને જગ્યા નથી આપવામાં આવી. ૨૦ વર્ષોમાં આ પહેલીવાર છે, જ્યારે રાજસ્થાન બીજેપીના પોસ્ટર-હૉર્ડિંગ્સથી રાજેની તસવીર ગાયબ થઈ છે.
વસુંધરા વર્ષ ૨૦૧૩થી ૨૦૧૮ સુધી રાજ્યની મુખ્યમંત્રી પણ રહી ચુકી છે. છેલ્લા લાંબા સમયથી બીજેપી હાઈકમાન્ડ અને તેમના સંબંધોમાં ખટાસ આવવાની અટકળો લાગતી રહી છે, ત્યારબાદ પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે કે શું રાજસ્થાન બીજેપીમાં બધું ઠીક નથી? રાજસ્થાનમાં બીજેપીના નવા પોસ્ટર બાદ વિવાદની પણ શરૂઆત થઈ ગઈ છે.