રાજસ્થાન રોયલ્સે બેંગ્લોરને હરાવી જીતની સિક્સર લગાવી
નવી દિલ્હી, રિયાન પરાગની ધમાકેદાર અડધી સદી અને તેમના બોલરોના આકર્ષક પ્રદર્શન થકી રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને ૨૯ રનથી હરાવી હતી. IPL ૨૦૨૨માં RRની આ છઠ્ઠી જીત છે. સંજુ સેમસનની આગેવાની હેઠળની RRની ટીમ આઠ મેચમાં ૧૨ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. રોયલ ચેલેન્જર્સની નવ મેચોમાં આ છઠ્ઠી હાર છે.
રાજસ્થાને આપેલા ૧૪૫ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી RCB ટીમ ૧૯.૩ ઓવરમાં ૧૧૫ રન જ બનાવી શકી હતી. તેની તરફથી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે સૌથી વધુ ૨૩ રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીને ઓપનિંગમાં મોકલવાનો RCBનો ર્નિણય યોગ્ય સાબિત થયો ન હતો. કોહલી ૯ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તે પ્રસિદ્ધ ક્રૃષ્નાની બોલિંગમાં રિયાન પરાગના હાથમાં કેચ આપી આઉટ થયો હતો. ૧૦ રનમાં વિરાટની વિકેટ ગુમાવ્યા બાદ આરસીબીને ૩૭ના સ્કોર પર વધુ બે ઝટકા મળ્યા હતા. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ૨૩ રન બનાવીને ચાલતો થયો હતો.
કુલદીપ સેને આગલા જ બોલ પર ગ્લેન મેક્સવેલને દેવદત્ત પડિકલના હાથે કેચ કરાવીને તેનો બીજાે શિકાર બનાવ્યો હતો. રજત પાટીદાર ૧૬ રને અશ્વિનના હાથે બોલ્ડ થયો હતો, જ્યારે સુયશ પ્રભુદેસાઈને પરાગના હાથે અશ્વિનને કેચ આઉટ કરાવ્યો હતો.
દિનેશ કાર્તિક છ રન બનાવીને રનઆઉટ થયો હતો. શાહબાઝ અહેમદે ૧૭ રન બનાવ્યા હતા. તે અશ્વિનના બોલ પર રિયાન પરાગના હાથે કેચ આઉટ થયો હતો. કુલદીપ સેને ૧૮ના અંગત સ્કોર પર વાનિન્દુ હસરંગાને પોતાના જ બોલ પર કેચ આઉટ કરાવ્યો હતો. મોહમ્મદ સિરાજ ૫ રન બનાવીને આઉટ થયો હતો.
RR માટે આર અશ્વિને ત્રણ અને કુલદીપ સેને ચાર વિકેટ લીધી હતી જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ લીધી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ચુસ્ત બોલિંગ વચ્ચે રિયાન પરાગે અણનમ અડધી સદી ફટકારી હતી, પરંતુ તેમ છતાં RR તેના દિગ્ગજ બેટ્સમેનોની નિષ્ફળતાને કારણે ૮ વિકેટે ૧૪૪ રન જ બનાવી શકી હતી.
પરાગે ૩૧ બોલમાં અણનમ ૫૬ રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન સંજુ સેમસને ૨૧ બોલમાં ૨૭ રન બનાવ્યા હતા પરંતુ તેના બેજવાબદાર શોટના કારણે તેની ટીમ બેકફૂટ પર આવી ગઈ હતી. ૪૪ બોલ સુધી મધ્યમાં કોઈ ચોગ્ગા કે છગ્ગા નહોતા પરંતુ પરાગના પ્રયાસોએ છેલ્લી બે ઓવરમાં ૩૦ રન બનાવ્યા હતા.
જાેશ હેઝલવુડ (૧૯/૨), વાનિન્દુ હસરંગા (૨૩/૨) અને મોહમ્મદ સિરાજ (૩૦/૨) માટે સૌથી સફળ બોલર હતા પરંતુ તેમની ફિલ્ડિંગ સારી ન હતી.SSS