રાજસ્થાન, લદ્દાખથી મેઘાલય સુધીની ધરા ધણી ઉઠી
નવીદિલ્હી: આજે દેશના બે રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેલી સવારે ધરતી કંપ ઉઠી હતી , જેના કારણે લોકો ગભરાઈ ગયા હતા. આજે સવારે રરાજસ્થાન અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાે કે, આ ત્રણેય સ્થળોએથી હજી સુધી કોઈ નુકસાન થયું નથી. સૌ પ્રથમ, મેઘાલયમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૧ માપવામાં આવી હતી.રાજસ્થાનમાં બીકાનેર આજે સવારે ૫ઃ ૨૫ વાગ્યે ભૂકંપના જાેરદાર આંચકા આવ્યા હતા . આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૩ માપવામાં આવી હતી. . લોકો ઉતાવળ કરતા તેમના ઘરની બહાર આવી ગયા હતા.
રાજસ્થાન પહેલાં મેઘાલયમાં પણ ભૂકંપની ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપ રાતના ૨.૧૦ વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ ગારો હિલ્સ બતાવાયું હતું.આ તરફ લેહ-લદાખમાં પણ સવારે ૪.૫૭ વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૬ હતી.
અહીં કોઈ નુકસાનના સમાચાર નથી.ભૂગર્ભ વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, ભૂકંપનું સાચું કારણ તો ટેક્નોનિકલ પ્લેટોમાં ઝડપી મૂવમેન્ટ હોય છે. આ ઉપરાંત ઉલ્કા પ્રભાવ અને જ્વાળામુખી વિસ્ફોટ, માઈન ટેસ્ટિંગ અને ન્યૂક્લિયર ટેસ્ટિંગના કારણે પણ ભૂકંપ આવે છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા મપાય છે. ૬થી વધુ તીવ્રતાવાળો ભૂકંપ શક્તિશાળી અને ખતરનાક હોય છે.