રાજસ્થાન વિધાનસભામાં કૃષિ સુધારા બિલ રજુ થયું
જયપુર, રાજસ્થાનની વિધાનસભાનું સત્ર આજથી શરૂ થયું આ દરમિયાન રાજયની અશોક ગહલોત સરકારે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કૃષિ સંબંધી કાનુનની વિરૂધ્ધ સુધારા વિધેયક રજુ કર્યું વિધેયકને સંસદીય કાર્ય મંત્રી શાંતિ ધારીવાલે રજુ કર્યું. ત્યારબાદ શોકાભિવ્યક્તિ થઇ અને ગૃહની કાર્યવાહી સોમવાર સુધી સ્થિગત કરવામાં આવી આ પહેલા વિધાનસભા અધ્યક્ષ સી પી જાેશીએ શુક્રવારે વિધાનસભા ભવન અને ગૃહની વ્યવસ્થાઓનું અવલોકન કર્યું તેમણે અધિકારીઓને નિર્દેશ પણ આપ્યા.
રાજસ્થાન સરકારના નવા રાજય વિધેયક પર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે રાજસ્થાન સરકાર બસ પોતાના વરિષ્ઠ નેતાઓ દ્વારા કેન્દ્રના ત્રણ કૃષિ કાનુનોનો વિરોધ કરવાના ધર્મનું પાલન કરી રહી છે.કોંગ્રેસે ખુદ પોતાના શાસિત રાજયોમાં ઠેકા પર ખેતી લાગુકરી હતી. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા વસુંધરા રાજે વિધાનસભા સત્રમનાં ભાગ લેવા માટે જયપુર પહોંચી ગયા છે.
એ યાદ રહે કે કેન્દ્ર સરકાર દ્વારા કિસાનો માટે ત્રણ વિધેયકો સંસદમાં પસાર કરવામાં આવ્યા હતાં. જાે કે આ વિધેયકોનો કિસાનો વિરોધ કરી રહ્યાં છે કિસાનોને કોંગ્રેસ પણ સમર્થન કરી રહ્યું છે. પંજાબમાં કોંગ્રેસ સરકાર હોવાથી કેપ્ટન અમરિન્દરસિંહે વિધાનસભાના વિશેષ સત્ર બોલાવી આ વિધેયક માટે સુધારા વિધેયક લાવી હતી.પંજાબમાં મોટા પાયા પર કિસાનો માર્ગો ઉપર ઉતરી આવ્યા હતાં.HS