રાજસ્થાન સરકારે બજેટમાં સ્પેશલ કોવિડ પેકેજની જાહેરાત કરી

જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે વિધાનસભામાં રાજયનું બજેટ રજુ કર્યું મુખ્યમંત્રીએ પહેલુ પેપરલેસ બજેટ રજુ કર્યું સામાન્ય લોકોને રાહત પહોંચાડવા માટે મુખ્યમંત્રી અશોક ગહોલતે આ વખતે બજેટમાં સ્પેશલ કોવિડ પેકેજની જાહેરાત કરી છે આ પેકેજ હેઠળ કોરનાથી પ્રભાવિત લોકોને આર્થિક મદદ કરવામાં આવશે
મુખ્યમંત્રી અશોક ગહોલતે રોજગાર માટે ૫૦,૦૦૦ રૂપિયા સુધીનું વ્યાજ મુકત લોન આપવાની પણ જાહેરાત કરી છે એટલું જ નહીં રાજયમાં ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના પણ શરૂ કરવામાં આવશે.તેમણે કહ્યું કે કોરોનાએ અર્થવ્યવસ્થાને નબળી પાડી છે આથી વર્ષ દરમિયાન વધુ નાણાંકીય સંસાધન એકત્રિત કરવાનો પ્રયાસ કરવામા આવશે તેમણે કહ્યું કે રાજય સરકાર રાઇટ ટૂ હેલ્થ વિધેયક લાવશે અને આગામી વર્ષ ૩૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સાર્વભૌમિક સ્વાસ્થ્ય સુવિધા (યુનિવર્સલ હેલ્થ કેયર) લાગુ કરીશું જેમાં દરેક પરિવારને પાંચ લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો ઉપલબ્ધ કરાવવામાં આવશે
રાજસ્થાનના મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે આગામી વર્ષથી કૃષિ બજેટ રજુ કરવામાં આવશે અલગ અલગ જગ્યાઓ પર મિની ફુડ પાર્ક બનાવવામાં આવશે કિસાનોને આધુનિક સેવાઓ આપવામાં આવશે આગામી ત્રણ વર્ષોમાં એક હજાર કિસાન સેવા કેન્દ્ર બનાવવામાં આવશે આ ઉપરાંત ૫૦,૦૦૦ કિસાનોને સોલર પંપ આપવામાં આવશે.
શિક્ષા ક્ષેત્રમાં અશોક ગહલોતે જાહેરાત કરી કે રાજયના તમામ રાજકીય વિદ્યાલયોમાં સ્માર્ટ ટીવી અને સેટટોપ બોકસ લગાવવામાં આવશે રાજયની તમામ વિશ્વ વિદ્યાલયોમાં મફત વાઇ ફાઇ આપવામાં આવશે તેમણે જાહેરાત કરી કે રાજયમાં કોલેજ અને કચરી જનારા દિવ્યાંગ છાત્રો અને યુવાનોને બે હજાર સ્કુટીઓ આપવામાં આવશે તમામ મહિલાઓને સેનેટરી નેપકિન આપવામાં આવશે ગ્રામીણ વિસ્તારોમાં મુખ્ય રીતે મહિલાઓને નફત સેનિટરી નેપકિન આપવામાં આવશે રાજસ્થાનમાં હવે પુજારીઓનું માનદેય વધારી ૧,૮૦૦થી વધારી ૩,૦૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યા છે સ્વતંત્રતા સેનાઓને ૫૦,૦૦૦ કરવાની જાહેરાત કરી છે.આ ઉપરાંત શહીદ સૈનિકોના માતા પિતા માટે ત્રણ લાખની એફડીને વધારી પાંચ લાખ કરી દેવામાં આવશે