રાજસ્થાન સાથે જોડાવવા માટે સ્ટોક્સ યુએઇ પહોંચ્યો
દુબઈ: ટી-૨૦ લીગની તેરમી સિઝનમાં બીજા રાઉન્ડ દરમ્યાનન રાજસ્થાન રોયલ્સ તરફથી હવે સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ રમતો નજરે ચઢી શકે છે. ન્યુઝીલેન્ડથી યુએઇ પહોંચી ચુકેલા સ્ટોક્સ હાલમાં અનિવાર્ય આઇસોલેશન પસાર કરી રહ્યો છે. ફરજીયાત આઇસોલેશન સમય ગાળ્યા બાદ તેનો કોવીડ-૧૯ અંગેનો ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ તે ટીમ સાથે જોડાઇ જશે. સ્ટોકસે પણ ખુલાસો કર્યો હતો કે, તેના પિતા બીમાર હતા અને તેમણે જ તેને લીગ દ્રારા ક્રિકેટમાં પરત ફરવા માટે કહ્યુ છે. સ્ટોક્સ તેના પિતા બીમાર હોવાને લઇને પાકિસ્તાન સામેની ઘરેલુ ટેસ્ટ સિરીઝ માંથી પણ દુર થઇ ગયો હતો. તે ન્યુઝીલેન્ડમાં પોતાના પિતા પાસે પહોંચી ગયો હતો,
જે બ્રેઇન કેન્સર સામે લડી રહ્યા છે. પોતાના પરીવાર સાથે પાંચ સપ્તાહ વિતાવ્યા બાદ, રાજસ્થાન રોયલ્સની ટીમ સાથે જોડાવવા માટે સ્ટોક્સ યુએઇ પહોચી ચુક્યો છે. જ્યા તે હાલમાં કોરોનાની મહામારીને લઇને વ્યવસ્થાપકોની ગાઇડલાઇન પ્રમાણે આઇસોલેશન ગાળી રહ્યો છે. સ્ટોક્સે પોતાની એક ન્યુઝઅ કોલમમાં લખ્યુ છે કે, ક્રાઇસ્ટચર્ચમાં પોતાના પિતા, માતા અને ભાઇને આવજો કહેવુ ઘણુ જ મુશ્કેલ હતુ. પરીવારના માટે આ અમારે માટે ખુબ જ મુશ્કેલ સમય છે. જોકે અમે એક બીજા માટે ખુબ જ સારો સાથ આપ્યો છે.
તેણે કહ્યુ છે કે, કોઇ બહારના પ્રભાવને લઇને પરંતુ પરીવારના રુપે આ ર્નિણય પર પહોંચ્યા પછી, પોતાના માતા પિતાના આશિર્વાદથી રમવા માટે રવાના થયો હતો. સ્ટોક્સે પોતાના માતા પિતા સાથે ની વાતચિતોને યાદ કરતા કહ્યુ હતુ, મારી ઉપર જે જવાબદારીઓ છે, તેને લઇને મારા પિતા હેંમેશા સજાગ રહ્યા છે.
તેમણે મને કહ્યુ હતુ કે જે મારી પાસે કામ છે, તેને પુરુ કરવુ એ મારુ કર્તવ્ય છે અને પિતા અને પતિ ના સ્વરુપે પણ મારા કર્તવ્ય છે. ન્યુઝીલેન્ડમાં જન્મેલ આ ૨૯ વર્ષના ઓલરાઉન્ડરે કહ્યુ હતુ કે, અમે આની પર ખુબ જ વિચાર વિમર્શ કર્યો હતો. પછી અમે એક ર્નિણય પર પહોંચ્યા હતા કે હવે મારે પોતાની રમત પર ધ્યાન આપવુ જોઇએ અને ત્યાર પછી ક્લેર અને બાળકો પાસે પરત ફરી જઇશ.