રાજસ્થાન સામે હૈદરાબાદનો ૭ વિકેટે રોમાંચક વિજય
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Heydra-1024x576.jpg)
મુંબઈ, આઈપીએલ ૨૦૨૧ના બીજા તબક્કામાં આજે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો. રાજસ્થાન માટેની મેચ આજે કરો કે મરોનો મુકાબલો હતો. આજની મેચમાં રાજસ્થાન રોયલ્સે મેચ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો.
રાજસ્થાનની ટીમે ૨૦ ઓવરના અંતે ૫ વિકેટના નુકસાન પર ૧૬૪ રન બનાવ્યા હતા અને હૈદરાબાદને ૧૬૫ રનોનો લક્ષ્યાંક આપ્યો હતો. જેન ૧૮.૩ ઓવરમાં ૩ વિકેટના અંતે ૧૬૭ રન બનાવી મેચ ૭ વિકેટથી જીતી લીધી હતી. હવે આજની મેચ બાદ રાજસ્થાન માટે પ્લે ઓફનો માર્ગ કપરો બની ગયો છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા આજે જેસન રોયને પ્રથમ વાર મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. અને જેસન રોયે હૈદરાબાદ માટે પોતાની પ્રથમ મેચ રમી રહ્યો હતો. અને પ્રથમ મેચમાં જ તેણે ભુક્કો બોલાવી દીધો હતો. તેણે ૪૨ બોલમાં ૮ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૬૦ રનોની વિસ્ફોટ ઈનિંગ રમી હતી. અને આ ઈનિંગના દમ પર જ હૈદરાબાદને રાજસ્થાન સામે રોમાંચક જીત મળી હતી.
જેસનની ઈનિંગ આગળ રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનની ૮૨ રનોની ઈનિંગ ઉપર પણ પાણી ફેરવાઈ ગયું હતું. આ ઉપરાંત કેપ્ટન કેન વિલિયમસને પણ આજે શાનદાર ઈનિંગ રમી હતી. વિલિયમસને ૪૧ બોલમાં ૫ ચોગ્ગા અને ૧ સિક્સની મદદથી ૫૧ રનોની અણનમ ઈનિંગ રમી હતી. જાે કે, અન્ડર ૧૯ ભારતીય ટીમનાં કેપ્ટન પ્રિયમ ગર્ગે આજે નિરાશ કર્યાં હતા. તે પહેલાં જ બોલે આઉટ થઈ ગયો હતો.
રાજસ્થાન રોયલ્સની શરૂઆત સારી થઈ ન હતી. ઓપનર એવિન લુઈસ માત્ર ૬ રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ જયસ્વાલ અને કેપ્ટન સંજુ સેમસનને ઈનિંગ સંભાળી હતી. જયસ્વાલે સેમસન સાથે મળીને ૫૬ રનોની પાર્ટનરશિપ કરી હતી. અને બાદમાં જયસ્વાલ ૨૩ બોલમાં ૫ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૩૬ રન બનાવ્યા હતા.
જ્યારે કેપ્ટન સંજુ સેમસનને આજે વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેણે ૫૭ બોલમાં ૭ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૮૨ રનોની ઈનિંગ રમી હતી. જેની મદદથી રાજસ્થાન રોયલ્સ ૧૬૪ રન બનાવવામાં સફળ રહ્યું હતું. સનરાઈઝર્સ હૈદરાબાદને આજે બીજી જીત મળી છે.
જાે કે, હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે. પણ આજે રાજસ્થાન સામેની જીત બાદ હૈદરાબાદે રાજસ્થાનનો પ્લે ઓફનો માર્ગ કપરો કરી દીધો હતો. રાજસ્થાન રોયલ્સ ૧૦ મેચમાંથી ૪ મેચમાં જીત સાથે ૮ પોઈન્ટ છે. અને પોઈન્ટ ટેબલ પર છઠ્ઠા સ્થાને છે.SSS