Western Times News

Gujarati News

રાજસ્થાન સુંધામાતા મંદિર આજથી તા.૩૧ માર્ચ સુધી બંધ રહેશે

સુધામાતા જીલ્લા જાલોર ખાતે આવેલ સુધા માતા ચામુંડા મંદિર એ શકિતપીઠ છે . માઁ ચામુંડા  સાક્ષાત સ્વરૂપે બિરાજમાન છે અને કરોડો ભકતોની શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે . દર વર્ષે લાખો ભકતો ચામુંડા માતાજીની આરાધના કરવા સુધામાતા આવે છે. મંદિર ટ્રસ્ટ અને  જીલ્લા પોલીસ તંત્ર આવનાર યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે સતત પ્રયત્નશીલ હોય છે.

તા . ૨૧ અને ૨૨ માર્ચ, ૨૦૨૦ના રોજ શનિ – રવિવાર આવે છે તથા તા.૨૫/૦૩ /૨૦૨૦ થી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે . ચામુંડા માતાજીની ચૈત્ર નવરાત્રિએ ખુબ જ પ્રિય તહેવાર છે, પરંતુ હાલમાં કોરોના વાયરસે સમગ્ર વિશ્વને  ભરડામાં લીધુ છે . માં ચામુંડા ની આરાધનાની સાથો સાથે માં ચામુંડા ના ભકતોના સ્વાસ્થ્ય  તેમજ સલામતી પણ ખુબ જ અગત્યની છે .

સરકાર પણ આ બાબતે ખૂબ જ ચિંતિત છે. આ વાયરસ વ્યકિત કે જગ્યાના સ્પર્શથી પણ થઈ શકે છે. આ અંગે જાગૃતિ ફેલાવવા અને કોરોના વાયરસના વ્યાપને ઘટાડવા સરકાર તેમજ સુધામાતા મંદિર ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ છે. ચૈત્ર નવરાત્રિ દરમ્યાન ચામુંડા માતાજીના દર્શને લાખો ભકતો આવતા હોય છે.

પરંતુ આવના૨ ચામુંડા માતાજીના લાખો ભક્તોના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને અગમચેતીના પગલાં લેવા અત્યંત જરૂરી છે. આથી ચૈત્રી નવરાત્રિના તહેવારમાં લાખો માઈભકતોની ભીડને ધ્યાનમાં રાખી સુધામાતા મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે , આજથી તા.૨૦ / ૦૩ / ૨૦૨૦ના શુક્રવાર થી તા.૩૧ /૦૩ /૨૦૨૦ના મંગળવાર સુધી ભાવિક ભકતજનોને સુધામાતા ના દર્શનનો લાભ નહી મળી શકે, એટલે કે ભાવિક ભકતો માટે આ સમય દરમ્યાન મંદિર બંધ રહેશે.

 ભાવિક ભકતોને વિનંતી કરવામાં આવે છે કે આ સમય દરમ્યાન માઈભકતોએ પોતાના સ્વગૃહે સુધામાતાજીની આરાધના કરવી. સુધામાતાજી તમામ ભકતોની મનોકામના પૂર્ણ કરે એવી અભ્યર્થના મંદિર ટ્રસ્ટના રઘુવીર સિંહ મંડલાવત તે કરી છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.