રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદોઃ પ્રાઈવેટ શાળાના સંચાલકો 70 ટકા ફી વસૂલી શકશે, ત્રણ હપ્તામાં વાલીઓ ચુકવી શકશે
જયપુર, રાજસ્થાન હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યુ છે કે, સ્કૂલ ફીના 70 ટકા પેમેન્ટ લઈ શકાશે. બાળકોના માતાપિતાએ તે આગામી વર્ષ 31 જાન્યુઆરી સુધીમાં ત્રણ હપ્તામાં આપવાની રહેશે. આ ચુકાદો રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસપી શર્માએ આપ્યો છે.
રાજસ્થાન સરકારને પડકાર ફેંકતી પ્રાઈવેટ સ્કૂલોની અપીલ પર હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે. આદેશ ત્રણ અરજીઓ પર આપવામાં આવ્યો હતો, જેમાં લગભગ 200 સ્કૂલોએ રાજસ્થાન સરકારના નિર્ણયને પડકાર આપ્યો હતો. રાજસ્થાન સરકારે સ્કૂલોને કોરોનાકાળમાં જ્યારે શાળાઓ બંધ છે, તેવા સમયે વાલીઓ પાસેથી ફી નહીં વસૂલવાનું કહ્યુ હતું.
આ 3 અરજીઓમાં પ્રાઈવેટ શાળાઓએ રાજ્ય સરાકર દ્વારા 9 એપ્રિલ અને 7 જૂલાઈના રોજ ફી રોક મામલે આપેલા આદેશને પડકાર ફેંક્યો છે. રાજ્ય સરકાર આદેશ અનુસાર ફી વસૂલી શકતા નહોતા.