રાજસ્થાન, હિમાચલમાં કોંગ્રેસ, મધ્યપ્રદેશમાં ભાજપનો દબદબો
નવી દિલ્હી, દેશમાં ૧૩ રાજ્યોની ૩ લોકસભા અને ૨૯ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. રાજસ્થાનમાં કોંગ્રેસે ધારિયાવાડ અને વલ્લભનગર વિધાનસભા બેઠકો પર જીત મેળવી છે. પશ્ચિમ બંગાળની ચારેય વિધાનસભા બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસે જીત મેળવી છે.
મધ્યપ્રદેશની જાેબત વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સુલોચના રાવતે ૬ હજાર મતોથી જીત મેળવી છે. મંડી સંસદીય બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રતિભા સિંહે ભાજપના ઉમેદવાર રિટાયર્ડ બ્રિગેડિયર ખુશાલ સિંહને ૮૭૬૬ મતોથી હરાવ્યા છે.
હિમાચલની ત્રણેય વિધાનસભા બેઠકો પર પણ કોંગ્રેસે જીત મેળવી છે. તે જ સમયે, બિહારના તારાપુરમાં જેડીયુ આગળ છે. હરિયાણામાં આઈએનએલડીના વડા ઓમ પ્રકાશ ચૌટાલાના પુત્ર અભય ચૌટાલાએ સતત ચોથી વખત એલનાબાદ વિધાનસભા બેઠક પર જીત મેળવી છે.
હિમાચલ પ્રદેશમાં ત્રણ લોકસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના ખુશાલ સિંહ ઠાકુર અને પ્રતિભા સિંહ વચ્ચે મુકાબલો હતો. કોંગ્રેસે આ બેઠક જીતી હતી. મધ્યપ્રદેશની ખંડવા સીટ પર બીજેપીના જ્ઞાનેશ્વર પાટીલ આગળ ચાલી રહ્યા છે.
દાદરા અને નગર હવેલીમાં શિવસેનાના કલાબેન ડેલકરની જીત નિશ્ચિત જણાય છે. બિહારમાં મંગળવારે યોજાયેલી બે વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની મતગણતરીમાં કુશેશ્વરસ્થાનથી સત્તાધારી જનતા દળ યુનાઇટેડ ના ઉમેદવારનો વિજય થયો છે. જેડી(યુ)ના ઉમેદવાર અમન ભૂષણ હજારીએ કુશેશ્વર સીટ પર ૧૨,૬૯૮ મતોથી જીત મેળવી છે. તે જ સમયે, જેડીયુ તારાપુર વિધાનસભા ચૂંટણીમાં પણ આગળ છે.
મધ્યપ્રદેશની ખંડવા લોકસભા સીટ પર ભાજપને મોટી લીડ મળી છે. જાે ગણતરીના આંકડાઓ પર નજર કરીએ તો ભાજપે કોંગ્રેસ પાસેથી પૃથ્વીપુર અને જાેબત બેઠકો છીનવી લીધી છે. તે જ સમયે, કોંગ્રેસે રાયગાંવ પર પકડ બનાવી લીધી છે, જે ભાજપની બેઠક હતી.
આ રીતે ભાજપને એમપીમાં એક બેઠકનો ફાયદો જાેવા મળી રહ્યો છે. રાજસ્થાનના ધારિયાવાડમાં કોંગ્રેસનો વિજય થયો છે. બીજેપી અહીં પોતાના ગઢમાં ત્રીજા નંબર પર રહી છે. વલ્લભનગરમાં પણ કોંગ્રેસનો વિજય થયો છે. પશ્ચિમ બંગાળમાં, ટીએમસીએ તમામ ચાર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી જીતી છે.
અહીં ગોસાબા, દિનહાટા, શાંતિપુર અને ખરદાહ બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી. આઈએનએલડીના વડા ઓમ પ્રકાશ ચૌટાલાના પુત્ર અભય ચૌટાલાએ હરિયાણાની એલેનાબાદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પવન બેનીવાલ અને બીજેપી-જેપી ઉમેદવાર ગોવિંદ કાંડાને હરાવ્યા છે.
અભયના રાજીનામાથી આ બેઠક ખાલી થઈ હતી. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પર કોંગ્રેસના પ્રતિભા સિંહે ભાજપના રિટાયર્ડ બ્રિગેડિયર ખુશાલ સિંહને ૮૭૬૬ મતોથી હરાવ્યા છે. અગાઉ આ બેઠક ભાજપ પાસે હતી.
હિમાચલ પ્રદેશની ૩ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસે ભાજપને હરાવીને જીત મેળવી છે. આસામની થૌરા વિધાનસભા સીટ ભાજપે જીતી લીધી છે. બાકીની ૪ વિધાનસભા બેઠકો પર હજુ મતગણતરી ચાલી રહી છે, જેમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. આસામમાં ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા રૂપજ્યોતિ કુર્મીએ મરિયાની બેઠક પરથી જીત મેળવી છે.
ચાલુ વર્ષે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાયા હતા. કુર્મીને ૫૫૩૩૮ વોટ મળ્યા જ્યારે કોંગ્રેસના લોહિત કૌરને ૧૫,૩૨૨ વોટ મળ્યા. કર્ણાટકની સિંદગી વિધાનસભા સીટ પર ભાજપે જીત મેળવી છે, જ્યારે હંગલ સીટ પર કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી છે. અહીં બીજેપી બીજા નંબર પર રહી છે.SSS