Western Times News

Gujarati News

રાજસ્થાન હોસ્પિટલનો વિવાદ ચેરમેનના નિર્ણયથી ટ્રસ્ટી નારાજ

સેક્રેટરીની હકાલપટ્ટીના નિર્ણય સાથે અસહમત હોવાનો હોદ્દેદારોનો દાવો
અમદાવાદ, વિવાદનો પર્યાય બની ચૂકેલી રાજસ્થાન હોÂસ્પટલમાં દર્દીઓની સારવારને બદલે ઝૂમ એપ પર ઓનલાઈન મીટિંગ બોલાવીને સેક્રેટરીને કાઢી મૂકવાના મુદ્દે ટ્રસ્ટીઓએ નારાજગી વ્યક્ત કરી છે. એક્ઝિક્યુટીવ ચેરમેન સહિત કેટલાક હોદ્દેદારોએ આ નિર્ણય સાથે અસહમત હોવાનો લેખિતમાં દાવો કર્યો છે. આ સ્થિતિમાં પ્રશ્ન એ ચર્ચાઈ રહ્યો છે કે રાજસ્થાન હોસ્પિટલના સેક્રેટરી કોણ ? હાંકી કઢાયેલા મહેન્દ્ર શાહ કે નવા નિમાયેલા પ્રકાશ બાગરેચા ?

રાજસ્થાન હોÂસ્પટલના એક્ઝિક્યુટિવ ચેરમેન કાકરિયા, વાઈસ ચેરમેન કૌશલ અગ્રવાલ અને અન્ય હોદ્દેદારો એચ.પી. ગુપ્તા, મહેન્દ્ર શાહ, ભેરૂલાલ ચોપરા, કમલેશ જૈન, ભેરૂલાલ હિરેન તથા લક્ષ્મીચંદ મદાનીએ લેખિતમાં જણાવ્યું છે કે બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક બોલાવવાની સત્તા માનદ્‌ સેક્રેટરીને હોય છે. જ્યારે રાજસ્થાન હોÂસ્પટલના ચેરમેન સતીશ હુંડીયાએ સત્તાનો દુરૂપયોગ કરી ખોટી રીતે ઝૂમ એપ પર ઓનલાઈન મીટિંગ બોલાવી સેક્રેટરીની હકાલપટ્ટી કરી દીધી છે જે અયોગ્ય છે અને અમે હોદ્દેદારો તેનાથી સહમત નથી. બીજી તરફ, સતીશ હુંડીયાએ જણાવ્યું છે કે છ મહિનાથી મીટિંગ મળી ન હોવાથી મીટિંગ બોલાવી હતી અને તેમને કોઈના પ્રત્યે દ્વેષભાવ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાન હોÂસ્પટલની ચૂંટણીમાં હારેલી ટૂકડીના દોરીસંચારથી જુદા જુદા વિવાદ થઈ રહ્યાં હોવાનું ચર્ચાય છે. થોડા સમય પહેલા અગ્રવાલ ભવનમાં પણ આ ટુકડીએ વિવાદ કર્યો હોવાનું ટ્રસ્ટીઓમાં ચર્ચાઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.