Western Times News

Gujarati News

રાજામૌલીની ૧૦૦૦ કરોડમાં બની રહેલી ફિલ્મમાં આમિર ખાનની થશે એન્ટ્રી

રાજામૌલી અને આમિર ખાન વચ્ચે થઈ સિક્રેટ મીટીંગ

એસએસ રાજામૌલી અને મહેશ બાબુ દેશની સૌથી મોંઘી ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે

મુંબઈ, લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ ફ્લોપ થયા બાદથી આમિર ખાન મોટા પડદાથી દૂર છે. તેણે હજુ સુધી કોઈ ફિલ્મ સાઇન કરી નથી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આમિર ખાન દિગ્ગજ નિર્દેશક એસએસ રાજામૌલીની આગામી ફિલ્મનો ભાગ બની શકે છે. વાસ્તવમાં ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે આમિર રાજામૌલી અને મહેશ બાબુની આગામી ફિલ્મમાં વિલન બની શકે છે. જો કે, લાંબા સમય સુધી મેકર્સ અને આમિર તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું ન હતું, જેના કારણે એવું માનવામાં આવતું હતું કે આ એક અફવા છે.

પરંતુ હવે આ ફિલ્મ સાથે જોડાયેલ લેટેસ્ટ અપડેટને કારણે આવી ચર્ચાઓ ફરી તેજ થઈ ગઈ છે. એસએસ રાજામૌલી અને મહેશ બાબુ દેશની સૌથી મોંઘી ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. હાલ આ ફિલ્મને SSMB29 નામ આપવામાં આવ્યું છે. હાલ ફિલ્મનાં પ્રોડક્શન પર કામ ચાલી રહ્યું છે. અહેવાલો અનુસાર, બાહુબલી ફેમ ડાયરેક્ટર રાજામૌલી અને આમિર ખાને થોડા દિવસો પહેલા મુંબઈમાં એક ગુપ્ત મુલાકાત કરી હતી. બંનેની આ ગુપ્ત મુલાકાત બાદ ફરી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મીટિંગ રાજામૌલી અને મહેશ બાબુની SSMB29 માટે હતી.

જો કે હજુ સત્તાવાર રીતે કંઈ પણ કહી શકાય તેમ નથી. રિપોટ્‌ર્સમાં કહેવામાં આવી રહ્યું છે કે રાજામૌલીએ SSMB29 માં મહત્ત્વની ભૂમિકા માટે આમિર ખાનનો સંપર્ક કર્યો છે. જો આ સમાચાર સાચા હોય અને આમિર આ પ્રોજેક્ટનો ભાગ બને તો ચાહકોએ બીજી મોટી ફિલ્મ માટે તૈયાર થઈ જવું જોઈએ. ખાસ વાત એ છે કે આ ફિલ્મને દેશની સૌથી મોંઘી ફિલ્મ ગણાવવામાં આવી રહી છે.

તેનું બજેટ લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયાનું હશે. આમિર રાજામૌલીની ફિલ્મનો હિસ્સો બનશે કે નહીં તે તો સમય જ કહેશે, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં એવા ઘણા સ્ટાર્સ છે જેઓ સાઉથથી બોલિવૂડ અને બોલિવૂડથી સાઉથ સિનેમા તરફ પ્રયાણ કરી ચૂક્યા છે. જુનિયર એનટીઆર રિતિક રોશનની વોર ૨માં જોવા મળશે. જાન્હવી કપૂર અને કિયારા અડવાણી પણ જુનિયર એનટીઆર અને રામ ચરણ સાથે કામ કરી રહી છે. આ સિવાય સંજય દત્તે દક્ષિણની ઘણી ફિલ્મો કરી છે. આ યાદી દરરોજ મોટી થઈ રહી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.