રાજીવ અડાતિયાએ શિલ્પા શેટ્ટી સાથે ભોજન કર્યું
મુંબઈ, રાજીવ અડાતિયાનું એલિમિનેશન માત્ર બિગ બોસ ૧૫ના કન્ટેસ્ટન્ટ્સ માટે જ નહીં પરંતુ શોના ફેન્સ માટે પણ આંચકા સમાન હતું. રાજીવ અડાતિયાએ દરેક રીતે ફેન્સને મનોરંજન પૂરું પાડ્યું હતું તેમજ શોના મહેમાન બનતા સેલેબ્સે પણ તેના વખાણ કર્યા હતા. રાજીવનો ડાન્સ અને તેના સેન્સ ઓફ હ્યુમરે લોકોના દિલ જીતી લીધા હતા.
ઘરમાંથી બહાર થયા બાદ, રાજીવ અડાતિયા રાખી બહેન શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચ્યો હતો અને બંનેએ સાથે ડિનર લીધું હતું. જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં બંને શમિતા શેટ્ટીને પણ મિસ કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો, જે હાલ બિગ બોસ ૧૫ના ઘરમાં બંધ છે.
વીડિયોમાં રાજીવ અડાતિયા કહી રહ્યો છે કે ‘એક બહેનથી બીજી બહેન. મને ભોજન માટે બોલાવવા બદલ આભાર’ તો શિલ્પા કહે છે ‘ચેન્જ માટે, તે કૂક નથી કર્યું’ રાજીવ બાદમાં કહે છે ‘શમિતા હું તને મિસ કરી રહ્યો છું તો શિલ્પા પણ મોં બગાડીને કહે છે ‘મિસ યુ ટુનકી. રાજીવ અડાતિયા હાલ ઉમર રિયાઝને પણ મિસ કરી રહ્યો છે, જેઓ બંને બિગ બોસના ઘરમાં મિત્ર બન્યા હતા.
ઉમર રિયાઝ સાથેની તસવીર તેણે શેર કરી છે અને લખ્યું છે ‘ઉમર રિયાઝ મારા ભાઈ. પહેલીવાર બિગ બોસના ઘરમાં એન્ટર થયો ત્યારથી જ લઈને બહાર થયો ત્યાં સુધી મને લાગે છે કે હંમેશાથી તું મારો મિત્ર હતો. અમારી ફ્રેન્ડશિપ અને બોન્ડ દિવસેને દિવસે મજબૂત બન્યું અને તું જીવનભર માટે મારો ભાઈ બની ગયો છે. તું સારા લોકોમાંથી એક છે અને તારી પ્રમાણિકતા તેમજ દયાળુ હૃદય તને એક દિવસ સ્ટાર બનાવશે. જેવો જે તેવો જ રહીને તે પોતાની ઓળખ બનાવી છે. મને તારા પર ગર્વ છે. ઘરમાં મારો બેસ્ટ ફ્રેન્ડ બનવા બદલ આભાર. તારા જ કારણે મને ઘરમાં શક્તિ મળી હતી.
આપણી વાતચીતને મિસ કરી રહ્યો છું. જ્યારે મને પીઠમાં દુખાવો શરૂ થયો ત્યારે તે મારી કાળજી લીધી. તું ચોખ્ખા હૃદયનો વ્યક્તિ છે. આઈ લવ યુ. સારી રીતે રમજે અને જેવો છે તેવો રહેજે. તને જાેવાની વધારે રાહ જાેઈ શકતો નથી. રાજીવ અડાતિયા તેને મળેલા પ્રેમને લઈને ખૂબ જ ખુશ છે. તેણે સપોર્ટ આપવા માટે દરેકનો આભાર પણ માન્યો હતો. ગયા અઠવાડિયે રિતેશ સાથે રાજીવ અડાતિયા શોમાંથી બહાર થયો હતો.SSS