Western Times News

Gujarati News

રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનની પાર્ટીથી નાણાં મળ્યા હતાં: ભાજપ

નવીદિલ્હી, કોરોના વાયરસની વિરૂધ્ધ લડાઇમાં દેશભરથી કેન્દ્ર તરફથી પીએ કેયર્સ ફંડમાં એકત્રિત કરવામાં આવેલ ફંડમાં બદલવાની માંગ કરનારી અરજી પર સુનાવણી બાદ કોર્ટે અરજીના પક્ષમાં નિર્ણય આપવાનો ઇન્કાર કરી દીધો છે કોર્ટે કહ્યું કે વડાપ્રધાન કેયર્સ ફંડને એનડીઆરએફના ફંડમાં ટ્રાંસફર કરી શકાય નહીં ત્યારબાદ જ કેન્દ્રની મોદી સરકારના અનેક નેતા વિરોધી પાર્ટી કોંગ્રેસ પર હુમલાખોર છે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કોંગ્રેસપાર્ટી અને રાહુલ ગાંધી પર હુમલો કર્યો છે.

રવિશંકર પ્રસાદે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે પીએમ કેયર ફંડને એનડીઆરએફમાં બદલવાની માંગ કરવામાં આવી તો સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાંકહ્યું કે પીએમ કેયર્સમાં જમા થઇ રહેલ ફંડ અલગ રીતનું છે તેને એનડીઆરએફમાં ફેરવી શકાય નહીં તેમણે કહ્યું કે ૫૦,૦૦૦ વેટિલેટર પીએમ કેયર્સ ફંડથી આપવામાં આવેલ જે આઝાદી બાદ સૌથી વધુ છે. ૧,૦૦૦ કરોડ રોજયોને આપવામાં આવેલ પ્રવાસી મજદુરોની મદદ માટે ૧૦૦ કરોડ કોરોનાના વેકસીન માટે આપવામાં આવ્યા છે.

પ્રસાદે કોંગ્રેસપર આરોપ લગાવતા કહ્યું કે મનમોહન સરકારમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને એનડીઆરએફથી પૈસા આપવામાં આવ્યા હતાં એટલી જ નહીં ચીનની પાર્ટીથી પણ રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૈસા મળ્યા હતાં અ પણ ભાજપે બતાવ્યું છે કે પીએમ કેયર્સ ફંડ રજિસ્ટર્ડ પબ્લિક ફંડ છે જેના વડાપ્રધાન અધ્યક્ષ છે.આ કોવિડ જેવી તાકિદની સ્થિતિ માટે બનાવવામાં આવ્યું પ્રસાદે રાહુલ ગાંધી પર હુમલો કરતાં કહ્યું કે રાહુલ ગાંધીએ પહેલા દિવસથી કોરોનાની વિરૂધ્ધ લડાઇમાં દેશને નબળો પાડવાનો પ્રયાસ કર્યો છે વડાપ્રધાને ડોકટરો નર્સો અને કોવિડની લડાઇ લડનારાઓ માટે તાળી અને થાળી વગાડવાની વાત કરી તો રાહુલ ગાંધીએ કહ્યું કે કેમ વગાડી રહ્યાં છો સમગ્ર દેશે વડાપ્રધાન કહેવા પર કોરોનાની વિરૂધ્ધ આશાનું દિપક સળગાવ્યો તો રાહુલે કહ્યું કે કેમ દિપક સળગાવી રહ્યાં છે રાહુલે કોઇ કસર છોડી નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.