Western Times News

Gujarati News

રાજીવ ત્યાગીના મોત માટે ભાજપના પ્રવકતા સંબિત પાત્રા દોષી: ત્યાગીની પત્ની

હજરતંગજ, કોંગ્રેસ નેતા અને પ્રવકતા રાજીવ ત્યાગીનું બુધવારે ૧૨ ઓગષ્ટના રોજ હાર્ટ એટેકથી નિધન થયું હતું પોતાના ઘરે એક ટીવી ડિબેટમાં ભાગ લીધા બાદ થોડા સમયમાં તેમને હાર્ટ એટેક આવ્યો અને તે બેભાન થઇ ગયા હતાં.જે બાદ તેમને ગાઝિયાબાદની યશોદા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં જયાં ડોકટરોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બચી શકયા નહીં ૧૨ ઓગષ્ટના રોજ બપોરે ૩.૪૦ વાગ્યે ત્યાગીએ છેલ્લે ટિ્‌વટ કર્યું હતું કે તેઓ સાંજ પાંચ વાગે ટીવી ચર્ચામાં ભાગ લેશે ટીવી ચર્ચામાં રાજીવ ત્યાગી વાત કરી રહ્યાં હતાં ત્યારે ભાજપના પ્રવકતા સંબિત પાત્રા તેમની સાથે દલીલ કરી રહ્યાં હતાં રાજીવના અવસાન પછી સંબિત પાત્રાની મુશ્કેલી વધી છે.

રાજીવના અવસાન બાદ તેમની પત્નીએ ભાજપના પ્રવકતા સંબિત પાત્રા પર ગંભીર આક્ષેપો કર્યા છે વળી ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રવકતા અંશુ અવસ્થીની આગેવાની હેઠળના કોંગ્રેસના નેતાઓએ લખનૌના હજરતગંજ કોતવાલીમાં ફરિયાદ આપી છે અને રાજીવ ત્યાગીના મોત માટે ભાજપના પ્રવકતા સંબિત પાત્રાને દોષી ઠેરવ્યા છે ફરિયાદમાં ભાજપના નેતા સંબિત પાત્રા સાથે ન્યુઝ ચેનલના માલિક અને એન્કરને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે અને તેમની ધરપકડની માંગણી કરીને એફઆઇઆર દાખલ કરવામાં આવી છે ફરિયાદ પત્રમાં ભાજપના પ્રવકતા સંબિત પાત્રા પર રાજીવ ત્યાગી પર અપમાનજનક ટીપ્પણીઓ કરવાનો આરોપ છે જેના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

રાજીવ ત્યાગીની પત્નીએ એક વીડિયો જાહેર કરતા કહ્યું કે તેમના પતિએ મૃત્યુ પહેલા કહ્યું હતું કે આ લોકોએ મારી હત્યા કરી છે પત્નીનો આરોપ છે કે ચર્ચા દરમિયાન રાજીવ ત્યાગીને સંબિત પાત્રાએ જયચંદ તરીકે સંબોધન કર્યું હતું પત્નીએ એક વીડિયો જાહેર કરતા કહ્યું કે અમારૂ જે નુકસાન થયું છે તે તો થયું છે મારા પતિના છેલ્લા શબ્દો હતા આ લોકોએ મને મારી નાખ્યો સંબિત પાત્રાએ મારા પતિને કહ્યું હતું કે હવે તેમણે આગ લગાવવા જવું પડશે મારે સંબિત પાત્રા સાથે વાત કરવી છે તે ખૂની છે કારણ કે મારા પતિએ અંતમાં કહ્યું હતું કે આ લોકોએ મને મારી નાખ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.