રાજીવ સાતવનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ મોત થયુ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/RajitSatav.jpg)
અમદાવાદ, કોરોના વાયરસે વધુ એક નેતાનો ભોગ લીધો છે, આ વખતે કોંગ્રેસના સાંસદ રાજીવ સાતવે કોરોનાને હરાવ્યા બાદ જીવ ગુમાવ્યો છે. તેમની સારવાર મહારાષ્ટ્રની પુણેની હોસ્પિટલમાં ચાલી રહી હતી. રવિવારે વહેલી સવારે નિધન થયું છે, તેઓ ૪૬ વર્ષના હતા. રાજીવ સાતવના નિધન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.
રાજીવ સાતવ કોંગ્રેસના પૂર્વ અધ્ય રાહુલ ગાંધીના નજીકના મનાતા હતા. કોંગ્રેસ સાંસદ રાજીવ સાતવ ૨૨ એપ્રિલે કોંગ્રેસના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. તેમણે પુણેની જહાંગીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત વધારે ખરાબ થઈ જતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
થોડા દિવસ વેન્ટિલેટર પર રહ્યા બાદ, ધીરે-ધીરે તેમની તબિયત સુધરી રહી હતી. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવાની વાત ચાલતી હતી, આ દરમિયાન અચાનક સોમવારે તેમનું મોત થઈ ગયું હતું. હોસ્પિટલમાંથી રજા અપાય તે પહેલા સાંસદ રાજીવ સાતવની તબિયત ખરાબ થઈ હતી. પછી તેમને ફરી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ તેમને નિમોનિયાની ફરિયાદ હતી. તેઓ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના ગુજરાતના ઈન્ચાર્જ હતા, આ સાથે ૨૦૧૭ની રાજ્યની વિધાનસભા ચૂંટણી વખતે તેઓ સૌરાષ્ટ્ર એઆઈસીસીના સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળતા હતા, આ દરમિયાન કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં જંગી બહુમતી મળી હતી.