Western Times News

Gujarati News

રાજુલામાં ખેતશ્રમિકો પર મધમાખીનો હુમલો એકનું મોત

અમરેલી, અમરેલીના રાજુલામા એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અમરેલીના રાજુલામાં સમૂહખેતી ગામે ખેતશ્રમિકો પર ધમાખીનું ઝૂંડ ત્રાટક્યુ હતું. આ ઘટનામાં મધમાખી કરડતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે મધમાખી કરડતા ૧૪ વર્ષની કિશોરીની હાલત ગંભીર જણાઈ છે. કિશોરીને સારવાર અર્થે રાજુલા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડાઈ હતી, જ્યારે રાજુલા પોલીસે આ ઘટનામાં મૃત્યું પામનારના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્‌યો છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમરેલી – રાજુલાના સમૂહખેતી ગામે ઝેરી મધમાખીનું ઝુંડ ખેતમજૂરો પર ત્રાટક્યું હતું. સમૂહખેતી ગામની સીમમાં આવેલા ખેતરમાં કામદારોનો એક મોટો વર્ગ મજૂરી કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક મધમાખીનું ઝૂંડ ત્રાટક્યું હતું. આ ઘટનામાં મધમાખી કરડવાથી ખેતમજૂરનું મોત, અને અન્ય ૧૪ વર્ષીય બાળકીની હાલત ગંભીર જણાઈ હતી. આ બાળકીને સારવાર અર્થે રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે મૃતકના મૃતદેહને પીએમ માટે રાજુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલીના રાજુલા પંથકમાં ઝેરી મધમાખી કરડવાની ઘટનાઓથી સ્થાનિકો ત્રાહિમામ પહેલાથી જ છે. આ ઘટનામાં ભોગ બનનાર ખેડૂતનું નામ બાબુભાઇ વશરામભાઈ બાંભણીયા (ઉ.વ – ૬૦) છે, જ્યારે ઘાયલ બાળકીનું નામ સોનલબેન કાળુભાઈ (ઉ.વ.૧૪) છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.