રાજેન્દ્ર નગર ચોકડી નજીક ટ્રિપલ અકસ્માત બસ અને બે ટ્રક ટ્રેલર અથડાતા ૪ લોકો ઈજાગ્રસ્ત
(પ્રતિનિધિ) ભિલોડા, મોડાસા તાલુકાની અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર બેફામ ગતિએ પસાર થતા વાહનચાલકોને પગલે રાજેન્દ્ર નગર ચોકડી પર છાસવારે અકસ્માતની ઘટનાઓ બને છે હિંમતનગર થી મોડાસા તરફ આવતી બસ રાજેન્દ્ર નગર ચોકડી વળાંકમાં ટ્રક સાથે અકસ્માત થતા શામળાજી તરફથી આવતા અન્ય ટ્રક-ટ્રેલરે બસ સાથે ટકરાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો એસટી બસ અને ટ્રકના આગળના ભાગના ભુક્કા બોલાઈ જતા ૪ લોકોના શરીરે ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા ટ્રાફિક જામ થતા પોલીસે ટ્રાફિક પૂર્વરત કરાવ્યો હતો.
સલામત સવારી એસટી તમારી સૂત્ર ના બદલે એસટી અમારી સલામતી ની જવાબદારી તમારી ના સૂત્રની જેમ એસટી બસ અકસ્માતની ઘટનાનો ભોગ બની રહી છે. હિંમતનગર-ખંભાત બસ ને.હા.નં-૮ પર રાજેન્દ્ર નગર ચોકડી પર મોડાસા તરફ વળાંક લેતા બસ ધડાકાભેર ટ્રક અને શામળાજી તરફથી આવતા ટ્રક-ટ્રેલર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ૪ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં એસટી બસના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી સદનસીબે બસમાં મુસાફરી કરતા મુસાફરોનો આબાદ બચાવ થતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા અકસ્માતના પગલે દોડી આવેલી મોડાસા રૂરલ પોલીસે અકસ્માતના પગલે સર્જાયેલ ટ્રાફિક જામ ને પૂર્વરત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.