રાજેશ ખન્નાને જોઇ લોકેશન પર યુવતીઓની ભીડ થતી
મુંબઈ, બોલિવૂડનાં સુપર સ્ટાર રાજેશ ખન્ના અંગે જેટલી કહાનીઓ ફિલ્મી ગલીઓમાં સાંભળી અને સંભળાવવામાં આવે છે. કદાચ જ કોઇ એક્ટર અંગે સંભળાતી હશે. રાજેશ સાધારણ ચહેરો ધરાવતા એક એવાં સ્ટાર હતાં જેમની દરેક અદા પર યુવતીઓ ફિદા થઇ જતી.
કહેવાય છે કે, તે સમયે દરેક એક્ટ્રેસ તેમની સાથે ફિલ્મ કરવાં ઇચ્છતી હતી. પણ કેટલીક એક્ટ્રેસ એવી હતી જે શરૂઆતનાં દિવસોમાં રાજેશ સાથે કામ કરવાં ઇચ્છતી ન હતી. એમાંથી જ એક હતી એક્ટ્રેસ આશા પારેખ પણ તેમની સામે જ રાજેશ ખન્નાનું એવું સ્ટારડમ લોકોનાં માથે ચઢ્યું કે, એક્ટ્રેસ આજે પણ તેમનાં તે દિવસો યાદ કરે છે.
રાજેશ ખન્ના અને આશા પારેખે એક સાથે ફિલ્મ ‘આન મિલો સજના’માં કામ કર્યું હતું. આ વાત છે વર્ષ ૧૯૭૦ની. આશા-રાજેશની આ ફિલ્મનું એક ગીત ‘તેરે કારન તેરે કારન તેરે કારન મેરે સાજન આજે પણ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ ખુબજ હિટ રહી હતી. આ ફિલ્મની શૂટિંગનાં દિવસોને યાદ કરતાં એક વખત આશાજીએ મીડિયામાં જણાવ્યું હતું કે, ‘જ્યારે ફિલ્મની શૂટિંગ ચાલતી હતી ત્યારે એટલી યુવતીઓ શૂટિંગ લોકેશન પર તેમને મળવા આવી જતી હતી અને અમારે શૂટિંગ રદ કરી દેવી પડતી હતી.
આશા પારેખે જણાવ્યું હતું કે, મે જ્યારે પહેલી વખત રાજેશ ખન્ના સાથે ફિલ્મ ‘બહારો કે સપને’ માં કામ કર્યું હતું તે સમયે તે ખુબજ શરમાળ સ્વભાવનાં એક્ટર હતાં પણ બે વર્ષમાં જ રાજેશ ખન્નાનો જાદૂ એ હદે દર્શકોમાં છવાઇ ગયો ખાસ કરીને મહિલાઓનાં માથે ચઢી ગયો કે જાેત જાેતામાં બધુ જ બદલાઇ ગયું. રાજેશ ખન્ના સુપરસ્ટાર બની ગયા. આશાની માનીયે તો, યુવતીઓ તેમને અડવા માટે બેતાબ રહેતી.
મહિલાઓ વચ્ચે તેમનાં માટે ખાસ દીવાનગી હતી. કહેવાય છે કે, આશા પારેખે ૧૯૬૭માં ‘બહારો કે સપને’માં રાજેશ ખન્નાની સાથે કામ કરવાનો ઇન્કાર કર્યો હતો.
કારણ કે જ્યારે રાજેશે બોલિવૂડમાં એન્ટ્રી કરી તો તે સમયે આશા પારેખનું ઇન્ડસ્ટ્રીમાં નામ હતું એવામાં જ્યારે નિર્દેશક નાસિર હુસૈને આશાને રાજેશ ખન્ના સાથે સાઇન કરી તો તે તેમની સાથે કામ કરવાં તૈયાર ન હતી. કારણ કે તેમને રાજેશ ખન્નાનાં ચહેરા પર ખીલ પસંદ ન હતાં.
જાેકે આ ફિલ્મ કંઇ ખાસ કમાલ નહોતી કરી. ‘આન મિલો સજના’ આવતા સુધીમાં રાજેશનો જાદૂ એવો છવાયો કે, તેમનાં નામથી જ ફિલ્મો હિટ થવા લાગી.SSS