રાજૌરીમાં પાકે યુધ્ધવિરામનો ભંગ કર્યો,બે જવાન શહીદ
જમ્મુ, પાકિસ્તાની સૈનિકોએ એકવાર ફરી યુધ્ધવિરામનો ભંગ કરતા જમ્મુ કાશ્મીરના રાજાૈરી જીલ્લામાં ઉશ્કેરનારી કાર્યવાહી હેઠળ નિયંત્રણ રેખાની પાસે ગોળીબાર કર્યો ભારતીય સૈનિકોએ પાકિસ્તાનની આ હરકતનો જવાબ આપ્યો પરંતુ આ દરમિયાન ગોળી વાગવાથી સેનાના બે જવાન શહીદ થયા છે.શહીદ થનારા જવાનોમાં નાઇક પ્રેમ બહાદુર ખત્રી અને રાયફલમેન સુખબીર સિંહ સામેલ છે.
સેનાના જણાવ્યા અનુસાર જયારે આ બંન્ને જવાન રાજાૈરી જીલ્લાના સુંદરબની વિસ્તારમાં નિયંત્રણ રેખાની પાસે ડયુટી કરી રહ્યાં હતાં ત્યારે સીમા પારથી તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો જેમાં તે ઘાયલ થયા હતાં અને બાદમાં શહીદ થયા હતાં સેનાના જવાનોએ તાકિદે પાકિસ્તાની હરકતનો જવાબ આપ્યો.
ગુરૂવારે પણ પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ કાશ્મીરના પુંછ જીલ્લામાં નિયંત્રણ રેખાની પાસે એક ગામ અને સૈનિક પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. જેમાં સેનાના એક જુનિયર કમીશંડ ઓફિસર સુબેદાર સ્વતંત્રસિંહ શહીદ થયા હતાં આ ઉપરાંત એક નાગરિક પણ આ હુમલામાં ઘાયલ થયો હતો.આ ઉપરાંત શ્રીનગરના બહારી વિસ્તારમાં એક આતંકવાદી હુમલામાં બે સૈનિક ડયુટી દરમિયાન શહીદ થયા હતાં. આ બંન્ને જવાન ગશ્ત કરી રહ્યાં હતાં ત્યારે ભારે ગોળીબાર આતંકીઓ દ્વારા કરવામાં આવ્યો હતોે જેમાં તેઓ શહીદ થયા હતાં.પાકિસ્તાન અવારનવાર યુધ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે.HS