રાજૌરીમાં સેના સાથેની અથડામણમાં બે આતંકી ઠાર
શ્રી નગર: જમ્મુ સંભાગના રાજૌરી જિલ્લામાં થાનામંડી વિસ્તારમાં આતંકીઓ અને સેનાની વચ્ચે અથડામણ ચાલી રહી છે. અત્યાર સુધી બે આતંકીઓને મારવામાં સફળતા મળી છે.
અથડામણમાં મારવામા આવેલા અને અન્ય ઘેરાયેલા આતંકી દક્ષિણ કાશ્મીરથી રાજૌરી પહોંચ્યા હતા. આ આતંકી સમૂહમાં બે વિદેશી આતંકીઓના હોવાની પણ આશંકા છે. ગયા બે અઠવાડિયાથી ખાનગી એજન્સીઓ આ આતંકી સમૂહ પર ઈલેક્ટ્રોનિક સર્વિલાંસ દ્વારા નજર રાખવામાં આવી હતી.
આતંકીઓના રાજૌરી પહોંચવાના ઈનપુટ મળતા જ સુરક્ષાદળોની સંયુક્ત ટીમે ઑપરેશન શરૂ કર્યુ. આ દરમિયાન આતંકીઓએ ફાયરીંગ શરૂ કરી દીધુ. જવાબી કાર્યવાહીની સાથે અથડામણ શરૂ થઈ.
જમ્મુ-કાશ્મીર પોલીસની ખાનગી જાણકારીને આધારે ગુરૂવારે રાતે થાનામંડીના વન ક્ષેત્રમાં એક સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યો હતો. અથડામણમાં બે આતંકવાદી મારવામાં આવ્યા છે. ઓપરેશન ચાલુ છે.
ખીણમાં ખાત્માની કગાર પર પહોંચી ચૂકેલા આતંકી સંગઠન હવે જમ્મુ સંભાગમાં આતંકી ગતિવિધિઓ તેજ કરવામાં લાગેલા છે. પોલીસ, સેના અને ખાનગી એજન્સીઓની સટીક માહિતીથી આતંકીઓના દરેક નાપાક મનસૂબાને સતત વિફળ કરવામાં આવી રહ્યુ છે.
સંભાગમાં શુક્રવારે જ હથિયારોની એક ખેપ પણ જપ્ત કરવામાં આવી છે. જેથી આતંકીઓ માટે સરહદ પારથી મોકલવામાં આવી હતી. સાંબા જિલ્લામાં બબ્બર નાળાથી બે પિસ્ટલ, પાંચ મેગ્જીન, પિટ્ઠુ બેગ, આઈઈડી જેવો એક ખાલી પાઈપ અને ૧૨૨ કારતૂસ જપ્ત થયા છે.