રાજ્યનાં વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર, મોટી સંખ્યામા આઇએએસ અધિકારીઓની બદલી
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર શાંત પડી ગઇ છે. આ વચ્ચે રાજ્યનાં વહીવટી તંત્રમાં ધરખમ ફેરફરા થયો છે. ૭૭ આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.જેમા અનેક કલેક્ટરોની બદલી કરવામાં આવી છે. વળી મોટી સંખ્યામાં ડીડીઓ ની પણ બદલી કરવામાં આવી છે.એક સાથે ૭૭ આઇએએસ અધિકારીઓેની બદલીથી ઘણા લોકો ચોંકી પણ ગયા છે.આ પહેલા પણ મોટી સંખ્યામાં ઓફિસરોની બદલી થઇ હતી. જાે કે ગત ઓર્ડરોમાં જે સિનિયર અધિકારીઓની બદલી નહોતી થઇ તેમની પણ આ બીજા રાઉન્ડમાં બદલી કરી દેવામાં આવી છે.તેમાં રાજકોટ, જામનગર, સુરત, વડોદરા આણંદમાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ સચિવ કક્ષાએ મોટા ફેરબદલ થયા છે.
જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ અંજુ શર્માને લેબર અને રોજગારના મુખ્ય સચિવ બનાવાયા ,મહિસાગરના કલેક્ટર આર.ડી. બારડને વડોદરાના કલેક્ટર બનાવાયા, રાજકોટના કલેક્ટર રૈમ્યા મોહનને નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર બનાવાયા, એમ.એ.પંડ્યાને દ્વારકા જિલ્લાના કલેક્ટર બનાવાયા,નવસારીના કલેક્ટર અગ્રવાલને રાહત કમિશનર બનાવાયા, જામનગરના કલેક્ટર રવિ શંકરને સરદાર સરોવર નિગમના ચેરમને અને સ્ટેચ્યૂ ઑફ યુનિટીના મુખ્ય વહિવટદાર બનાવાયા, અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિલિપ કુમારન રાણાને આદિજાતિ વિકાસ વિભાગના કમિશનરનો સંપૂર્ણ ચાર્જ સોપાયો,
આણંદના કલેક્ટર આર. જી. ગોહિલને ગીર સોમનાથના કલેક્ટર બનાવાયા, સુરતના કલેક્ટર ધવલકુમાર પટેલને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા, રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા કલેક્ટર તરીકે બદલી, એમ.વાય દક્ષિણી મહેસાણાના ડીડીઓની આણંદના કલેક્ટર તરીકે બદલી,ડૉ.રત્નાકંવરની ગાંધીનગર મનપા કમિશનરમાંથી સર્વ શિક્ષા,અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે બદલી,કચ્છ-ભૂજના કલેક્ટર પ્રવિણા ડી.કેની પંચમહાલ-ગોધરા કલેક્ટર તરીકે બદલી,દાહોદ કલેક્ટર વિજય ખરા઼ડીની જામનગર મનપા કમિશનર તરીકે બદલી,પાટણના ડીડીઓ ડી.કે. પાખેની વડોદરા મનપાના રિજનલ કમિશનર તરીકે બદલી,દેવભૂમિ દ્વારકાના કલેક્ટર નરેન્દ્રકુમાર મીણાની અરવલ્લી મોડાસાના કલેક્ટર તરીકે બદલી, રાજકોટના ડે.મનપા કમિશનર પ્રજાપતિની આણંદના ડીડીઓ તરીકે બદલી, ખેડા નડિયાદના ડીડીઓ કેલ. બછાનીની ખેડા
નડિયાદ કલેક્ટર તરીકે બદલી ગીરસોમનાથના કલેક્ટર અજય પ્રકાશની સ્વાસ્થ્ય અને શિક્ષણ વિભાગના ચીફ પર્સનલ ઓફિસર તરીકે બદલી, જૂનાગઢના કલેક્ટર ડૉ.પારધીની જામનગરના કલેક્ટર તરીકે બદલી,અમરેલીના કલેક્ટર આયૂષ ઓકની સુરતના કલેક્ટર તરીકે બદલી, સુરેન્દ્રનગરના કલેક્ટર કે.રાજેશની ગૃહ વિભાગના સંયુક્ત સચિવ તરીકે બદલી,છોટાઉદેપુરના કલેક્ટર મયાત્રાની કચ્છભૂજના કલેક્ટર તરીકે બદલી,પીજીવીસીએલના એમડી શ્વાત તેઓતિયાની અરવલ્લી મોડાસાના ડીડીઓ તરીકે બદલી,ડાંગના ડીડીઓ વઢવાણિયાની કલેક્ટર તાપી તરીકે બદલી, અરવલ્લી મોડાસાના કલેક્ટર ઓરંગાબાદકરની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે બદલી,પંચમહાલ ગોધરાના કલેક્ટર અમિત અરોરાની રાજકોટ મનપા કમિશનર તરીકે બદલી, બોટાદના કલેક્ટર વિશાલ ગુપ્તાની અગ્રવિકાસ કમિશનર તરીકે બદલી,ભાવનગરના કલેક્ટર મકવાણાના અમરેલી કલેક્ટર તરીકે બદલી, જૂનાગઢ મનપા કમિશનર સુમેરાની બોટાદ કલેક્ટર તરીકે બદલી,વડોદરાના ડીડીઓ કિરણ ઝવેરીની રાજ્ય વેરા વિભાગના અગ્ર કમિશનર તરીકે બદલી,અમદાવાદના ડીડીઓ મહેશ બાબુની રાજકોટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે