રાજ્યના અંદાજીત ૨૩ લાખ બાળકોનું રસીકરણ હાથ ધરાશે
(એજન્સી)ગાંધીનગર,
આજે ગાંધીનગર ખાતેથી ટીડી (ટિટેનસ અને ડિપ્થેરીયા) અને ડીપીટી (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. જુન-જુલાઇ-ઓગષ્ટ મહિના દરમિયાન રાજ્યના અંદાજીત ૨૩ લાખ બાળકોનું રસીકરણ હાથ ધરાશે. આ વેક્સિન ધનૂર અને ડિપ્થેરીયા સહિતના ૧૧ પ્રકારના ઘાતક રોગો સામે પ્રતિરોધક છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું નિઃશુલ્ક રસીકરણ અભિયાનનો મહત્તમ લાભ લઈએ રસીકરણનો પ્રારંભ કરાવતા તેમણે ધનૂર અને ડિપ્થેરીયા ઉપરાંત ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ઓરી, રૂબેલા, ન્યુમોનિયા અને મગજના તાવ જેવા ઘાતક રોગો સામે પ્રતિરોધક આ રસીનો રાજ્યના મહત્તમ બાળકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.
વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે, આ વર્ષે જુન – જુલાઇ અને ઓગષ્ટ મહિના દરમિયાન રાજ્યના અંદાજીત ૨૩ લાખ બાળકોને ઉક્ત રસીકરણ અભિયાન અંતર્ગત રોગ પ્રતિરોધક રસી આપવામાં આવશે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળામાં અભ્યાસ કરતા ઘોરણ ૫ અને ઘોરણ ૧૦ના તમામ બાળકોને ટીડી (ધનૂર અને ડિપ્થેરીયા) રોગ પ્રતિરોધક રસી અપાશે.બાળવાટિકાઓમાં ૫ વર્ષ પૂર્ણ થયેલ તમામ બાળકોનું ડીપીટી બુસ્ટરના બીજા ડોઝથી રસીકરણ કરીને ત્રણ રોગો સામે રક્ષણ પુરૂ પાડવામાં આવશે.
આ રસીકરણ અભિયાન અંતર્ગત રાજ્યમાં ૯૯૨ આરબીએસકે ટીમ દ્વારા રાજ્યની ૪૯,૧૮૩ શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજીત ૨૩ લાખ બાળકોનું ૧૪,૭૮૩ ટીમ દ્વારા શાળાઓમાં રસીકરણ સેશન યોજીને રસી આપવામાં આવશે. તદ્ઉપરાંત અંદાજીત ૩૬,૬૨૮ બાળવાટીકાઓના ૬,૧૩,૨૭૩ બાળકોનું કુલ ૨૯,૬૫૭ સેશન યોજીને ડી.પી.ટી. બુસ્ટરના બીજા ડોઝ આપવામાં આવશે. જો કોઇ બાળક આ સેશનમાં લાભાÂન્વત થવાથી રહી જાય તો મમતા દિવસના સેશનમાં તેમને લાભ આપવામાં આવશે. ગત વર્ષે રાજ્યમાં નિયત વયજૂથના કુલ ૨૩.૬૧ લાખ તરૂણોનુ સફળ રસીકરણ કરવામાં આવ્યું છે