Western Times News

Gujarati News

રાજ્યના અનેક વિદ્યાર્થીઓએ પોતાના ઉચ્ચ અભ્યાસની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરી છે : મંત્રી જયદ્રથસિંહ પરમાર

ગોધરા:કૃષિ (રાજ્ય કક્ષા), પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં આયોજિત સમારોહમાં ગોધરા ખાતે, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત અંતર્ગત NAMO e-ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અધ્યક્ષસ્થાનેથી મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્રની સરકારે, એકપણ બાળક શીક્ષણથી વંચિત રહી ન જાય તે માટે અનેક યોજનાઓને અમલીત કરી છે. રાજ્ય સરકારે પણ શિક્ષણના ગુણાત્મક સુધારા સાથે ક્વોલિટી કક્ષાના શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓને પ્રાધાન્ય આપી બહાલ કરી છે. આજે સરકારની યોજનાઓના પીઠબળથી અનેક વિદ્યાર્થીઓએ પોતાના ઉચ્ચ અભ્યાસની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરી છે.

તેમણે કહ્યું હતુ કે, વર્ષ ૨૦૧૭થી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેબલેટ આપીને સરકારે આંગળીના ટેરવે વિશ્વભરની માહિતી ઉપલબ્ધ કરાવી છે. વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ સરળતાથી મળી શકે અને વિશ્વના વિદ્યાર્થીઓ સમકક્ષ જ્ઞાન મળી શકે તેવી સુવિધા આપી છે. આ સુવિધાનો સદ્ઉપયોગ કરી પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા શુભેચ્છાઓ પણ તેમણે પાઠવી હતી.

મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે, જમ્મુ-કાશ્મિરમાંથી ૩૭૦મી કલમ દુર કરીને દેશને એક કરવાનું કાર્ય સરકારે કર્યુ છે સાથે સીટીજનશીપ એમેન્ડમેન્ટ એક્ટ-CAA થી દેશના કોઇપણ નાગરિકની નાગરિકતા જવાની નથી. જેવી બાબતો અંગે દેશના યુવાનો સાચુ શિક્ષણ મેળવી સમાજમાંથી ગેરસમજને દુર કરવામાં સહાય રૂપ બને તેમ વધુમાં જણાવતા કહ્યું હતું.

સમારોહના મહેમાનપદેથી સાંસદ શ્રી રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, શિક્ષણની યોજનાઓનો લાભ મેળવી શ્રી ગોવીંદ ગુરુ યુનિવર્સિટીના વધુ ને વધુ વિદ્યાર્થીઓ આઇ.એ.એસ. અને આઇ.પી.એસ.ના હોદ્દાઓ હાંસલ કરી સમાજ અને દેશ સેવામાં જોડાય તેવી સાંપ્રત સમયની માગ છે.

ગોધરાના ધારાનસભ્ય શ્રી સી.કે.રાઉલજીએ ટેબલેટ વિતરણના આ પ્રસંગને વિદ્યાર્થીઓ માટે રૂડો અવસર ગણાવતા કહ્યું હતુ કે, વિદ્યાર્થીઓ પોતાના લક્ષને નિર્ધારિત કરી પ્રાપ્ત કરવું જોઇએ. સાચું શિક્ષણ મેળવી રાજ્ય અને રાષ્ટ્રની સેવામાં યોગદાન આપવાની ભાવનાને પરિપૂર્ણ કરવી જોઇએ.  શ્રી ગોવીંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે યુનિસર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલા એમફીલ અને પીએચડીના કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. તેમજ યુનિવર્સિટીની પ્રગતિ તથા વિકાસની જાણકારી ઉપસ્થિતોને આપી હતી.

કાર્યકારી કુલ સચિવ શ્રી ડો. અનિલ સોલંકીએ ટેબલેટ વિતરણ વિશે જાણકારી આપી હતી.આ પ્રસંગે મહાનુભાવોના વરદ્ હસ્તે યુનિવર્સિટી સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.