રાજ્યના ખેડૂત દ્વારા સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના અન્વયે જિલ્લામાં સહાય કાર્યક્રમ યોજાયો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જિલ્લામાં આજની તારીખ સુધીમાં કુલ ૨૪૪ લાભાર્થીના રૂ .૧૩.૮૦ લાખ જેટલી રકમના પ્રતિકાત્મક સહાય વિતરણ આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી અને જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું .
કૃષિક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે . કૃષિક્ષેત્રે ડગલેને પગલે ખેડૂતો આઈ.ટી. ટેકનોલોજીના ઉપયોગ થકી નવી ખેત ઉપયોગી અદ્યતન તકનીકો અપનાવી પોતાની આવકમાં વધારો મેળવતા થયેલ છે . જેમાં ખેડૂતો દ્વારા હવામાન ખાતાની આગાહી , વરસાદની આગાહી , સંભવિત રોગ જીવાત ઉપગ્રહની માહિતી , ખેડૂત ઉપયોગી પ્રકાશનો ,
નવીનતમ ખેત પદ્ધતિ , રોગ – જીવાત નિયંત્રણની તકનીકી , ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવવા તથા ખેતીવાડી ખાતાની યોજનાઓમાં સહાય મેળવવા ઓનલાઈન અરજી કરવા વગેરે જેવી બાબતો માટે ખેડૂતો દ્વારા ખોળા પ્રમાણમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે .
સ્માર્ટ ફોન વપરાશમાં હાથમાં આસાનીથી રહી શકે . ફોટોગ્રાફસ , ઈમેલ તથા મલ્ટીમીડિયા જેવા મેસેજ ની આપ – લે થઈ શકે તથા ડિજિટલ કેમેરા , મલ્ટી મીડિયા પ્લેયર , જીપીએસ , ટચ સ્ક્રીન , વેબ બ્રાઉઝર , ઇન્ટરનેટ કનેકટીવિટી વગેરે જેવી સુવિધા સાથેનો સ્માર્ટફોન ખરીદે તથા રાજ્યના ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તે હેતુસર વર્ષ ઃ ૨૦૨૧૮૨૨ માં રાજયના ખેડૂત દ્વારા ખરીદવામાં આવતાં
સ્માર્ટફોન પર સહાય આપવા માટેની યોજના ૩,૧૫૦૦,૦૦ લાખની જાેગવાઇ સાથે મંજુર કરવામાં આવેલ છે . રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર મહત્તમ સહાયનો લાભ આપી શકાય તેવા આશયથી સરકાર દ્વારા સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૧૦ % અથવા રૂ .૧૫૦૦ / – બે માંથી ઓછુ હોય તે
મુજબના સહાયના ધોરણની જગ્યાએ સહાયમાં વધારો કરી સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ .૬૦૦૦ / – બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાયનું ધોરણ મંજૂર કરવામાં આવેલ છે . ગયા . ૪૭ રાજ્યમાં અનેક ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરી ઘેર બેઠા ખેતીની તમામ માહિતી પોતાના મોબાઈલમાં જ મેળવી શકે
તે ઉદ્દેશ સાથે સ્માર્ટ ફોન ખરીદવાની યોજનામાં સમયના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન ખરીદીમાં સહાય વિતરણ કાર્યક્રમ તા.૨૩-૦૨-૨૦રના રોજ તાપી હોલ, સ્વર્ણિમ સંકુલ -૧ , સચિવાલય, ગાંધીનગરખાતે યોજાયેલ તથા રાજ્યનાં તમામ જિલ્લાઓમાં કુલ ૭૧ જેટલા સ્થળોએ ક્ષેત્રિય કક્ષાએ પણ કાર્યક્રમ યોજાયેલ.