Western Times News

Gujarati News

રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ યથાવત

સૌરાષ્ટ્ર ઝોનમાં છેલ્લાં ૨૪ કલાકમાં ધોધમાર વરસાદ સાથે ઝોનના ૧૪ જિલ્લાઓમાં સરેરાશ સવા બે ઈંચ વરસાદ વરસ્યો : દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ ૧૩થી વધુ ઈંચ વરસાદ

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તા.૩૦/૦૯/૨૦૧૯ સવારે ૬.૦૦ કલાકે પુરા થતા રાજ્યમાં ચોમાસાએ છેલ્લાં ચોવીસ કલાકમાં તમામ ૩૩ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ૩૩ જિલ્લાઓના ૨૧૩ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં કયાંક સામાન્ય તો કયાંક ધોધમાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. છેલ્લાં ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર ઝોનમાં ધોધમાર વરસાદ વરસતા ઝોનના ૧૪ જિલ્લાઓમાં સરેરાશ સવા બે ઈંચ વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં સૌથી વધુ ૧૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

છેલ્લાં ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં ૩૨૮ મી.મી. એટલે કે, ૧૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ઉપરાંત જામજોધપુરમાં ૨૧૭ મી.મી., કલ્યાણપુરમાં ૧૯૩ મી.મી., જામકંડોરણામાં ૧૮૫ મી.મી., રાપરમાં ૧૬૫ મી.મી., ખંભાળીયામાં ૧૬૦ મી.મી., લોધિકામાં ૧૫૦ મી.મી., જોડિયામાં ૧૧૬ મી.મી., ભચાઉમાં ૧૧૫ મી.મી., ભેંસાણમાં ૧૧૦ મી.મી., ગોંડલમાં ૧૦૯ મી.મી., અંજારમાં ૧૦૩ મી.મી., જૂનાગઢ અને જૂનાગઢ શહેરમાં ૧૦૨ મી.મી. અને રાજકોટ તાલુકામાં ૧૦૦ મી.મી. એટલે કે ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તે મુજબ રાજયના ૧૫ તાલુકાઓમાં ૪ ઈંચથી ૧૩ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

તે ઉપરાંત બે ઈંચથી ચાર ઈંચ સુધી વરસાદ વરસ્યો હોય તેવા ૩૨ તાલુકાઓ છે. જેમાં ધોરાજી, માણાવદર, મોરબી, રાણાવા, ટંકારા, ગાંધીધામ, જામનગર, લાલપુર, માળિયા-મિયાંણા ધ્રાંગધ્રા, કોટડા સાંગાણી, વાડિયા, હારિજ, વંથલી, પોરબંદર, તલાલા, જેતપુર, રાધનપુર, ઉપલેટા, વાંકાનેર, કેશોદ, મુંદ્રા, માળિયા, વિસાવદર, ધ્રોલ, બેચરાજી, કાલાવાડ, માંગરોળ, મહેસાણા, પડધરી, થાનગઢ, અને મેંદરડા તાલુકાઓનો સમાવેશ થાય છે જયારે ૩૧ તાલુકાઓમાં એક ઈંચથી બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

રાજયના કચ્છ ઝોનમાં મોસમનો સરેરાશ ૧૭૨.૪૪ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ ૧૦૬.૫૩ ટકા, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં સરેરાશ ૧૨૪.૩૯ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં સરેરાશ ૧૪૪.૯૯ ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં સરેરાશ ૧૪૨.૪૫ ટકા વરસાદ સાથે રાજ્યનો સરેરાશ વરસાદ ૧૩૬.૬૬ ટકા નોંધાયો હોવાનું સ્ટેટ ઈમરજન્સી એકશન સેન્ટર દ્વારા જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.