રાજ્યના નગરોના સુગ્રથિત વિકાસ માટે મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નગરોના સુગ્રથિત વિકાસની પ્રતિબદ્ધતા સાથે વર્ષ ૨૦૨૦ના પ્રથમ બે માસમાં જ ૭ TP અને ૧ ફાયનલ DP યોજનાઓ અને વિજાપુર ડેવલપમેન્ટ પ્લાન સહિત કુલ-૮ યોજનાઓ મંજુર કરી છે.
વિજયભાઇ રૂપાણીએ ૨૦૧૮ અને ૨૦૧૯માં એમ સતત બે વાર નગર રચના યોજનાઓ મંજૂર કરવાનો શતક રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર પૂર્ણ કર્યા બાદ હવે, ૨૦૨૦માં પણ આવી ત્વરિત મંજુરીની વિકાસકૂચ જારી રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે TP DP માં ઝિરો પેન્ડન્સીનો લક્ષ્ય રાખવાની વિભાગને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદની ૦૨ ડ્રાફ્ટ TP તથા ૨ ફાયનલ TP તેમજ અમદાવાદ-મહેસાણા અને ભાવનગરની ૧-૧ એમ ૩ પ્રિલિમીનરી TP મળી કુલ ૭ તથા વિજાપુર નગરના ડેવલપમેન્ટ પ્લાનને એક જ દિવસમાં આખરી મંજુરી આપી છે.
તેમણે અમદાવાદની ૨ ડ્રાફ્ટ TP સ્કીમ ૪૧૮ (ગામડી-રોપડા) તેમજ TP ૧૫૨ (સાંતેજ-રકનપુર) અને ફાયનલ TP સ્કીમ ૫૩ (બી) શીલજ અને ૧૦૩ (નિકોલ)ને મંજુરી આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ લાંબા સમયથી અટવાયેલી મહેસાણાની પ્રિલિમીનરી TP સ્ક્રીમ નં.૪, અમદાવાદની પ્રિલમીનરી ૮૮ (વટવા-ર) તથા ભાવનગર શહેરની TP સ્ક્રીમ નં-૯ (રૂવા) પણ મંજુરી કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ શહેરોના અદ્યતન અને સુવિધાયુક્ત વિકાસને વેગ આપવા અમદાવાદની ૨ ડ્રાફ્ટ TP સ્કીમ ૪૧૮ અને ૧૫૨ મંજૂર કરી છે તેના પરીણામે અમદાવાદ શહેરથી પ્રમાણમાં દૂરના ગામો ગામડી, રોપડા, સાંતેજ અને રકનપુરમાં પણ સુઆયોજીત વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રચર ફેસેલિટીઝનો લાભ મળશે.
આશરે ૨૦૦ હેકટરની આ ૨ TPમાં સત્તામંડળને કુલ ૭૧ જેટલા જાહેર હેતુના પ્લોટ મળશે. બાગબગીચા અને ખૂલ્લી જગ્યા માટે ૧ લાખ ૫૪ હજાર ચો.મીટર તથા સામાજીક અને નબળા વર્ગના રહેઠાણ માટે ૮૮,૮૫૩ ચો.મીટર જમીન પ્રાપ્ત થવાની છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદની પ્રિલિમીનરી TP સ્ક્રીમ નં.૮૮ (વટવા-ર) મંજુર કરતા વટવા વિસ્તારમાં સત્તામંડળને જાહેર હેતુ માટે કુલ ૧,૧૫,૧૨૧ ચો.મીટર ક્ષેત્રફળના કુલ-ર૬ પ્લોટ સંમ્પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રીશ્રીએ મહેસાણા શહેરની પ્રિલિમીનરી TP સ્ક્રીમ નં. ૪ ને આપેલી મંજુરીને પરિણામે આશરે ૧૦૦ હેકટર વિસ્તારમાં જાહેર સુવિધા માટે ૨૨,૯૨૩ ચો.મીટર તેમજ બાગબગીચા અને રમત-ગમતના મેદાન માટે ૩૦,૮૦૮ ચો.મીટર અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે ૫૭,૪૭૩ ચો.મીટર જમીન પ્રાપ્ત થવાની છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્રના ભાવનગર શહેરની પ્રિલિમીનરી TP સ્ક્રીમ નં. ૯ (રૂવા) મંજુરી કરી છે, આથી ભાવનગર શહેરમાં ૧૦૦ હેકટર વિસ્તારમાં જાહેર સુવિધા માટે ૧૭,૮૧૫ ચો.મીટર બાગ-બગીચા અને રમત-ગમતના મેદાન માટે ૨,૫૮૦ ચો.મીટર અને આર્થિક રીતે નબળા વર્ગના લોકના રહેઠાણ માટે ૩૩,૨૮૮ ચો.મીટર જમીન પ્રાપ્ત થશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ પ્રિમિલીનરી સ્કીમ મંજુર થયેથી સંબંધિત સત્તામંડળ તેને જાહેર સુવિધા માટે સમ્પ્રાપ્ત થતા પ્લોટમાં તાત્કાલિક કબજો મેળવીને વિકાસ કરી શકે છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ પારદર્શીતા અને નિર્ણાયકતાના અભિગમ સાથે નવી અથવા વર્ષો જુની એમ કોઇ પણ TP સ્કીમને ત્વરીત નિર્ણય તેમજ પોઝીટીવ એપ્રોચ સાથે મંજુરી આપવાની અભિનવ પહેલ કરી છે.
એટલું જ નહિં, જે ઝડપે ડ્રાફ્ટ સ્કીમને મંજુરી અપાય છે તે જ ગતિએ આ ડ્રાફ્ટ TP માં વિશેષ કરીને રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝનું અમલીકરણ થાય તેવી સૂચનાઓ પણ મુખ્યમંત્રીશ્રીએ આપી છે.