રાજ્યના મોટા મંદિરો, બજારો, જાહેર સ્થળો સ્વયંભૂ બંધ
કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકાર લૉકડાઉનના મૂડમાં નથી ત્યારે સ્વંયભૂ લૉકડાઉનને સમર્થન આપી રહી છે
અમદાવાદ, રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર જાેવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં સરકાર દ્વારા નાઇટ કર્ફ્યૂ અને કેટલાક કડક નિયમો મૂકવામાં આવ્યા છે. જાેકે, આ વખતે સરકાર લૉકડાઉનના મૂડમાં નથી ત્યારે સ્વંયભૂ લૉકડાઉનને સમર્થન આપી રહી છે. આ સ્થિતિમાં રાજ્યમાં ૫૫૦૦ કેસ સામે આવી રહ્યા છે ત્યારે રાજ્યમાં આજથી અનેક મોટા જાહેર સ્થળો બંધ જાહેર કરવામાં આવ્યા છે
જેમાં કેટલાક ગમો છે, કેટલાક મોટા મંદિરો છે, કેટલીક બજારો છે કેટલાક પર્યટન સ્થળો છે. શક્તિપીઠ પાવાગઢ મદિરમાં આજથી ભક્તો માટે પ્રત્યક્ષ દર્શન કરાયા બંધ કરવામાં આવી છે. ૧૨મી એપ્રિલથી ૨૮ એપ્રિલ સુધી મંદિરમાં પ્રત્યક્ષ દર્શન બંધ રાખવા મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયો હતો ર્નિણય ત્યારે કોરોના સંક્રમણની વકરતી જતી સ્થિતીને લઇ ચૈત્રી નવરાત્રી દરમિયાન મંદિરમાં દર્શન બંધ રાખવામાં આવ્યા છે.
ચૈત્રી નવરાત્રીમાં ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો ઊમટતા હોય છે, ત્યારે માઇ ભક્તોની અવર જવરથી ધમધમતું પાવાગઢ ડુંગર બજાર સુમસામ બન્યું છે. દ્વારકામાં કોરોનાનો કહેર વધતા કડક ર્નિણયો લેવામાં આવ્યા છે. નાગેશ્વર જ્યોર્તિલિંગ-નાગેશ્વર, ગોમતીઘાટ,સુદામાસેતુ-દ્વારકા રૂક્ષ્મણી મંદિર,ભડકેશ્વર મંદિર-મીરા ગાર્ડન-દ્વારકા,તેમજ શિવરાજપુર બીચ પણ બંધ કરવામાં આવ્યા છે.
યાત્રિકોની અવરજવર વધે તો સંક્રમણ વધવાની શક્યતાને પગલે આ ર્નિણય લેવામાં આવ્યો છે.આગામી સૂચના ન મળે ત્યાં સુધી તમામ સ્થળો બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. દ્વારકામાં કોરોના ના કેસોમાં થઈ રહેલ સતત વધારો ચિંતાનો વિષય હોઈ તમામ સ્થળો પર સંક્રમણ અટકાવવા અપાઈ સૂચના. મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીને યાત્રિકો માટે દર્શન બંધ કરવાનો ર્નિણય લેવાયો છે.
કાલે ૧૩મી એપ્રિલથી ૩૦મી એપ્રિલ સુધી મંદિરનાં દર્શન બંધ કરવાનો ર્નિણય લેવાયો છે. ચૈત્રી નવરાત્રીમાં ભક્તોની વિષેશ ભીડ થતી હોવાથી મંદિર આવતી કાલથી બંધકોરોનાનું સંક્રમણ અટકાવવા મંદિર વહીવટી તંત્રનો ર્નિણય લેવામાં આવ્યો છે. માત્ર પૂજારી દ્વારા મંદિરમાં સેવા પૂજા ચાલુ રહેશે. યાત્રિકો માટે ૩૦ એપ્રિલ સુધી પ્રવેશ બંધ રહેશે.
વધતા કોરોના સંક્રમણ લઈને કાગવડ ખોડલધામ મંદિર બંધ કરવાનો ર્નિણય.વધતા કોરોના સંક્રમણ લઈને કાગવડ ખોડલધામ મંદિર બંધ કરવાનો ર્નિણય. ૧૦ એપ્રિલ થી ૩૦ એપ્રિલ સુધી મંદિર બંધ રહેશે, રાજ્યમાં અને રાજકોટ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણના પગલે ર્નિણય લેવામાં આવ્યો છે. મંદિરના ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા લેવાયો છે ર્નિણય, ભક્તોને દર્શન, ધ્વજારોહણ અને પૂજા ઘરે બેઠા કરવા વિનંતી કરવામાં આવી છે.