રાજ્યના સીનિયર IAS અધિકારી રાજીવ ગુપ્તા થયા સેવા નિવૃત્ત
ગાંધીનગર, ગુજરાત સરકારના અધિકારીઓમાં છેલ્લા ઘણા વર્ષોથી મહત્વની ભૂમિકા ભજવી રહેલા IAS રાજીવકુમાર ગુપ્તા સેવા નિવૃત થયા છે. ગુપ્તાનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપાઈ દેવાયો છે.ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ વિભાગનો ચાર્જ રાજ કુમારને આપવામાં આવ્યો છે જ્યારે હાલ IAS સંદિપ કુમારને સરદાર સરોવરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.આમતો સરદાર સરોવરનો ચાર્જ જગદીશ પ્રસાદ ગુપ્તાને અપાયો છે પણ તે હાલ રજા પર હોવાથી તે ચાર્જ ત્યાં સુધી IAS સંદિપ કુમારને આપવામાં આવ્યો છે.
સચિવાલયના સૂત્રો પ્રમાણે રાજીવકુમાર ગુપ્તા PM નરેન્દ્ર મોદીની નજીકના અધિકારી માનવામાં આવે છે તેથી ગુજરાતમાં તેમને મહત્વની જવાબદારી મળવાની શક્યતા વધી જાય છે.આ ઉપરાંત જ્યારે પણ PM મોદી કેવડિયા આવે ત્યારે રાજીવકુમાર ગુપ્તા હંમેશા તેમની સાથે જાેવા મળતા હોય છે. ગુપ્તા એક એવા અધિકારી છે કે જેઓ એક સમયે ચીફ સેક્રેટરીના દાવેદાર હતા પરંતુ કેન્દ્ર સરકારે તેમની જ બેચના પંકજકુમારને પસંદ કર્યા ત્યારે રાજીવકુમાર ગુપ્તાને ઉદ્યોગ જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.
આ સાથે તેમને નર્મદા નિગમના MDની પણ જવાબદારી આપી હતી.મળતી જાણકારી પ્રમાણે ભલે આજે તેઓ નિવૃત્ત થયા છે પરંતુ તેમને સરકારમાં નિવૃત્તિ પછીનું પ્રાઇમ પોસ્ટીંગ મળી શકે છે.રાજીવ કુમાર ગુપ્તાની વાત કરવામાં આવે તેઓ પણ ૧૯૮૬ બેચના છે અને તેઓ ઈન્ડસ્ટ્રીઝ શ્ માઈન્સ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરીનું પદ સંભાળી રહ્યા હતા તથા વધુમાં ગુજરાત સરકારની મહત્વકાંક્ષી યોજના ગણાતી સરદાર સરોવર પ્રોજેક્ટમાં તેમની પાસે જ MDનો ચાર્જ પણ હતો.SS3KP