Western Times News

Gujarati News

રાજ્યના ૨૦૨૦-૨૨ની બેચના ૮ પ્રોબેશનરી IAS અધિકારીઓએ મુખ્યમંત્રીની ગાંધીનગરમાં મુલાકાત લીધી

આ ૮ અધિકારીઓ ગુજરાત કેડરમાં ફાળવાયેલા છે અને રાજ્યના વિવિધ જીલ્લામાં તેમની તાલીમ પૂર્ણ કરીને બીજા તબક્કાની તાલીમ માટે તેઓ આઈ.એ.એસ ટ્રેનિંગ સેન્ટર મસુરી ખાતે જવાના છે.

આ પ્રોબેશનરી આઇ.એ.એસ. અધિકારીઓએ જિલ્લાની પોતાની તાલીમ દરમિયાનના અનુભવો મુખ્યમંત્રીશ્રી સાથે શેર કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમને રાજ્યની વિકાસયાત્રામાં તેમનું યોગદાન મળતું રહે અને તાલીમ બાદ તેઓ જ્યારે ગુજરાત પરત આવે ત્યારે આ વિકાસ યાત્રામાં પોતાનું ઉત્કૃષ્ટ કાર્ય પ્રદાન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, સ્પીપાના મહાનિયામક શ્રી આર.સી. મીના, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ આ મુલાકાત બેઠક દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.