રાજ્યના ૨૦૪ જળાશયમાં ૬૮ ટકા જળસંગ્રહ થયો : ૪૨ જળાશયો ૧૦૦ ટકા ભરાઈ ગયા
રાજ્યમાં થયેલા વ્યાપક અને સાર્વત્રિક વરસાદને પરિણામે ૨૦૪ જળાશયોમાં ૬૮ ટકા એટલે કે ૩,૮૦,૦૮૯ એમસીએફટી જળસંગ્રહ થયો છે. તારીખ ૧૨ ઓગસ્ટ ૨૦૧૯ના સવારે આઠ વાગ્યે રાજ્યના જળાશયોની જળાશયોની સ્થિતિની વિગતો આપતા જળસંપત્તિ સચિવ શ્રી જાદવે કહ્યું કે, ગયા વર્ષે ૧૨ ઓગસ્ટે રાજ્યના જળાશયોમાં ૩૬.૪૬ ટકા પાણી હતું. ૩૧ મે-૨૦૧૯એ પણ આ જળાશયોમાં ૧૬.૯૬ ટકા પાણી હતું પરંતુ ત્યારબાદ થયેલા સાર્વત્રિક વરસાદને પરિણામે ૧૨ ઓગસ્ટ સુધીમાં ૬૮ટકા પાણી જળાશયોમાં સંગ્રહિત થયું છે.
રાજ્યમાં ૨૪ જળાશયમાં એક હજાર ક્યુસેકથી પણ વધુ પાણીની આવક ૧૨ ઓગસ્ટ સવારે ૮૦૦ વાગે પુરા થતા ૨૪ કલાક દરમિયાન થઇ છે. રાજ્યના ૨૦૪ જળાશયો પૈકી ૪૨ જળાશયો ૧૦૦ ટકા એટલે કે, પૂર્ણ ભરાઈ ગયા છે. ૭૦ ટકા થી ૧૦૦ ટકા ભરાઈ ગયેલા ૨૬ તેમજ ૫૦ થી ૭૦ ટકા ભરાયેલા ૩૧ જળાશયો છે.
તેમણે રાજ્યમાં વિસ્તાર પ્રમાણે જળાશયોના પાણીની સ્થિતિની વિગતો આપતા જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૩૨૭૭૩૦ એમસીએફટી (૧૯.૫૬ ટકા), મધ્ય ગુજરાતના ૧૭ જળાશયમાં ૭૨૯૭૫૯૮ એમસીએફટી (૮૮.૦૩ ટકા), દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૨,૪૨,૬૮૫.૦૯ એમસીએફટી (૭૯.૬૮ ટકા) તથા કચ્છના ૨૦ જળાશયોમાં ૬,૭૧૯.૩૯ એમસીએફટી (૫૭.૨૬ ટકા) અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયમાં ૪૪,૪૩૧.૯૨ એમસીએફટી (૪૯.૫૮ ટકા) જળસંગ્રહ થયો છે.