રાજ્યના ૩૬ શહેરોમાં ૯થી ત્રણ સુધી વેપાર-ધંધાને છૂટ

files Photo
ગાંધીનગર: કોરોના વાયરસની બીજી લહેરમાં ગુજરાતની હાલત કફોડી બની ગઈ હતી. જેના કારણે રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અને નિયંત્રણો રાખવામાં આવ્યા હતા. જાેકે, હવે પરિસ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે અને કેસની તથા મૃત્યુની સંખ્યા પણ સતત ઘટી રહી છે. જેને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે આ નિયંત્રણોમાં છૂટછાટ આપી છે.
વિજય રૂપાણીએ ૨૧થી ૨૭ મે સુધી વેપાર-ધંધાને છૂટ આપવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં ૨૧ મેથી એટલે કે આવતીકાલથી નિયંત્રણો ધરાવતા ૩૬ શહેરોમાં સવારે ૯ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. મુખ્યમંત્રીએ પીપાવાવમાં આ જાહેરાત કરી હતી.
કોરોના વાયરસની બીજી લહેરમાં ગુજરાતની હાલત કફોડી બની ગઈ હતી. જેના કારણે રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અને નિયંત્રણો રાખવામાં આવ્યા હતા. જાેકે, હવે પરિસ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે અને કેસની તથા મૃત્યુની સંખ્યા પણ સતત ઘટી રહી છે. જેને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે આ નિયંત્રણોમાં છૂટછાટ આપી છે.
રૂપાણીએ ૨૧થી ૨૭ મે સુધી વેપાર-ધંધાને છૂટ આપવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં ૨૧ મેથી એટલે કે આવતીકાલથી નિયંત્રણો ધરાવતા ૩૬ શહેરોમાં સવારે ૯ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. જાેકે, રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે, તેમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી.
ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ અને નિયંત્રણોની સમય મર્યાદા ૧૮ મેએ પૂરી થતી હતી પરંતુ રાજ્યમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાના કારણે તેને ૨૧ મે સવારે છ વાગ્યા સુધી લંબાવવામાં આવ્યા હતા. સમયથી નાના વેપારીઓ તરફથી માંગ કરવામાં આવી રહી હતી કે તેમને વેપાર-ધંધા કરવામાં