Western Times News

Gujarati News

રાજ્યના ૭.૫૮ લાખ અનટ્રેસ- ડ્રોપ આઉટ બાળકોને શોધવા સર્વે કરાશે

રાજ્યના ધોરણ-૧થી ૫નો ડ્રોપ આઉટ રેટ ૧.૧૭

ડ્રોપ આઉટ અને અનટ્રેસ બાળકોને શોધવાની કામગીરીનો સર્વે ૩૦ નવેમ્બર સુધી પૂર્ણ કરાશે

અમદાવાદ,રાજ્યના ૭.૫૮ લાખ જેટલા અનટ્રેસ અને ડ્રોપઆઉટ બાળકોનો સર્વે કરી તેમને પુનઃ શાળામાં દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આવા બાળકોનો સર્વે કરવા માટે સુચના અપાઈ છે. આ માટે ૩૦ નવેમ્બર સુધીમાં તમામ પ્રકારની કામગીરી પુર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ ઓક્ટોબર અને એપ્રિલ દરમિયાન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૧.૧૫ લાખ બાળકોની એન્ટ્રી કરવામાં આવી હતી. આમ, છતાં હજુ મોટી સંખ્યામાં બાળકો અનટ્રેક હોવાથી તેમનો સર્વે કરવા માટે જણાવાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદાજુદા કારણોથી શાળા બહાર રહેલા ૬થી ૧૯ વર્ષની વયજૂથના બાળકો અને જેઓ પોતાનું ધોરણ-૧થી ૧૨નું શિક્ષણ પુર્ણ કરી શક્યા નથી તેવા શાળા બહારના બાળકોનો સર્વે કરી તેમના શૈક્ષણિક પુનર્વસનની કામગીરી કરવામાં આવે છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે, જે અન્વયે બાળકોનો સર્વે કરીને બાળકોની વયને
અનુરૂપ શૈક્ષણિક પુનઃ વસન અને જરૂર પડે તો ખાસ તાલીમ આપવામાં આવે છે. શિક્ષણ વિભાગના ડાયસના ડેટા મુજબ પ્રારંભિકથી માધ્યમિક કક્ષાનો ટ્રાન્ઝીશનરેટ ઓછો છે.

ધોરણ-૬થી ૮ અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ડ્રોપઆઉટ રેટ વધારે છે, આ બાળકોને મુખ્યધારામાં લાવવા માટે બાળકોનો સર્વે કરવા માટે આદેશ અપાયો છે. રાજ્યના ધોરણ-૧થી ૫નો ડ્રોપ આઉટ રેટ ૧.૧૭, ધોરણ-૧થી ૭નો ડ્રોપ આઉટ રેટ ૨.૬૮, ધોરણ-૯થી ૧૦નો ડ્રોપ આઉટ રેટ ૨૩.૨૮ અને ધોરણ-૧૧થી ૧૨નો ડ્રોપ આઉટ રેટ ૬.૧૯ છે. આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકની વયકક્ષા મુજબ જે તે ધોરણમાં નામાંકનના પ્રયાસો કરવામાં આવે છે. ઉપરાંત ધોરણ-૫ના તમામ બાળકો ધોરણ-૬માં પ્રવેશે તે માટે અને ધોરણ-૮ના તમામ બાળકો ધોરણ-૯માં નામાંકન થાય તેના માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. આમ, છતાં ઘણા બાળકો અનટ્રેક રહેલા છે.

રાજ્યમાં અનટ્રેક અને ડ્રોપઆઉટ રહેલા બાળકોની સંખ્યા ૭.૫૮ લાખ જેટલી છે. આ ડ્રોપ આઉટ રેટ અને ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં અનટ્રેક બાળકોની માહિતીના અનુસંધાને માનવ વસાહત ધરાવતા કેટલાક વિસ્તારોના બાળકો કોઈ કારણોથી આવરી ન લેવાયેલા હોય અથવા શિક્ષણ મુખ્યધરામાંથી અધવચ્ચેથી શિક્ષણ થોડી દીધેલા હોય તેવા ૬થી ૧૯ વર્ષની વયજૂથના શાળા બહારના બાળકોની સર્વે પ્રક્રિયા દ્વારા ઓળખાણ કરવા માટે સુચના અપાઈ છે. ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ઓક્ટોબર, ૨૦૨૩ અને એપ્રિલ, ૨૦૨૪ના રોજ શાળા બહારનો સર્વે કરવાની સુચના આપવામાં આવી હતી.

જેના પગલે જિલ્લા અને કોર્પાેરેશન કક્ષાએથી થયેલા સર્વે અને સર્વે મુજબ દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં સર્વે દરમિયાન ૧.૧૫ લાખ બાળકોની એન્ટ્રી કરવામાં આવી હતી, જ્યારે ૬૭ હજાર દરખાસ્ત કરાઈ હતી. મોટી સંખ્યામાં એન્ટ્રી અને દરખાસ્ત પછી પણ ડ્રોપ આઉટ રેટ અને અનટ્રેક બાળકોની સંખ્યા વધુ હોવાથી તેમને સમાવવા માટે નવેમ્બર માસમાં સર્વે કરવા માટે સુચના આપવામાં આવી છે. જેમાં સર્વેયર દ્વારા ૧૬ નવેમ્બર સુધી સર્વે કરવામાં આવશે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.