Western Times News

Gujarati News

રાજ્યના 17 લાખ ઘરોમાં પીવાનું પાણી પહોંચાડશે સરકાર

ગાંધીનગર, ગુજરાત વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ વર્ષ 2020-21નું બજેટ રજુ કરી રહ્યા છે. જેમાં વર્તમાન ભાજપ સરકાર ખેડૂતો અને મધ્યમવર્ગને પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે તેમને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ બજેટમાં સરકાર દ્વારા પાણી પુરવઠા વિભાગ માટે કુલ 4317 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

જલ જીવન મિશન અંતર્ગત હર ઘર જલના સૂત્ર સાથે વર્ષ 2022 સુધીમાં રાજ્યમાં બાકી રહેલા 17 લાખ ઘરમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પૂરુ પાડવાનું આયોજન છે. જેથી તે માટે સરકારે 724 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આગામી ત્રણ વર્ષમાં ભૂગર્ભ જળ આધારિત વ્યક્તિગત પાણી પૂરવઠા યોજના હેઠળ દરેક ગામને પાણીના સરફેસ સોર્સ આધારિત જૂથ પાણી પૂરવઠા યોજનાના ભાગ તરીકે આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે. સ્વતંત્ર પાણી પૂરવઠા યોજનાવાળા ગામને જૂથ પાણી પૂરવઠા યોજના હેઠળ આવરી લેવા માટે આગામી ત્રણ વર્ષ માટે 9300 કરોડ રૂપિયાનું આયોજન કરવામા આવ્યુ છે. જેમાં 4635 ગામની 1.25 કરોડ વસ્તીને લાભ થશે. જેનો લાભ 2200 ગામના 50 લાખ આદિવાસી નાગરિકોને પણ મળશે. જેથી તેમની પાણીની સમસ્યાનું પણ નિવારણ થઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.