Western Times News

Gujarati News

રાજ્યના 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં 4 ફેબ્રુઆરી સુધી નાઇટ કર્ફ્યૂ યથાવત

અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ રાત્રિ કર્ફયુ આઠ મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફયુ અમલમાં છે.

મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવિટી રેશિયો ધરાવતાં 19 નગરો આણંદ,નડિયાદ,સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 29 જાન્યુઆરી 2022થી દરરોજ રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કર્ફ્યુની હાલની જે સમયાવધિ તા.29-1-2022ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે લંબાવીને 4 ફેબ્રુઆરી 2022 સુધીની કરવામાં આવી છે.

તદ્દઅનુસાર, હવે 8 મહાનગરો ઉપરાંત 19નગરોમાં તારીખ 29મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના 10 વાગ્યાથી સવારે 6વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ 4 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.