રાજ્યની અદાલતોમાં થઇ બાર એસોસિયેશનની ચૂંટણી: પ્રમુખ સહીતના પદો પર નવી વરણી
અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિયેશન સહીત રાજ્યની તમામ બાર એસો.માં ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં પ્રમુખ સહીત વાઇસ પ્રેસિડેન્ટ, સેક્રેટરી, જાેઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરી અને લાયબ્રેરીયન સહિત હોદ્દા માટે પણ ચૂંટણી યોજાઈ હતી.
ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશનના પ્રમુખ પદે અસીમ પંડ્યા વિજયી થયા છે. જ્યારે ઉપપ્રમુખ પદે પૃથ્વીરાજસિંહ જાડેજાની જીત થઈ છે. સેકેટરી પદે હાર્દિક બ્રહ્મભટ્ટ, જાેઈન્ટ સેક્રેટરી પદે સાવન પંડ્યા, જ્યારે ટ્રેઝરી પદે દર્શન દવે વિજેતા થયા છે.
રાજ્યમાં ૨૦૦થી વધુ વકીલ બાર એસોસિએશનની એક સાથે ચૂંટણી જંગ ખેલાયો હતો. ગુજરાત હાઇકોર્ટમાં પ્રમુખ પદ માટે કાંટાની ટક્કર જાેવા મળી હતી. પ્રમુખ પદ માટે ત્રણ સિનિયર એડવોકેટ ચિત્રજીત ઉપાધ્યાય, અસિમ ત્રિવેદી અને બ્રિજેશ ત્રિવેદી વચ્ચે જંગ જામ્યો હતો. સાથે વાઇસ પ્રેસિડેન્ટ, સેક્રેટરી, જાેઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરી અને લાયબ્રેરીયન સહિત હોદ્દા માટે પણ ચૂંટણી યોજાઈ હતી.
સુરત કોર્ટના મુખ્ય પરિસરમાં સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ. વકીલ મંડળના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત પાંચ જેટલા પદો માટે ૧૪ ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણી માટે ૩ હજાર ૭૦૦ થી પણ વધુ વકીલ મતદારો છે. બપોરના ૩ વાગ્યા સુધીમાં ૧ હજાર ૮૫૦ જેટલા વકીલ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરિણામ આવ્યા બાદ પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી, જાેઇન્ટ સેક્રેટરી સહિત ખજાનચીના નામો જાહેર કરાશે.
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ૩ હજારથી વધુ વકીલો પોતાના મતઅધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીમાં બાર પ્રમુખની રેસમાં ૫ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપના લિગલ સેલના બે જૂથ આમને-સામને જાેવો મળી રહ્યાં છે. બાર એસોસિએશનની ચૂંટણીમાં ત્રીપાખીયો જંગ ખેલાશે.HS