રાજ્યની નીચલી કોર્ટમાં ત્રણ સપ્તાહ સુધી બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ નહીં થાય
(એજન્સી) અમદાવાદ, રાજયની નીચલી અદાલતને કાર્યવાહી ઓફલાઈન કરવા સંદર્ભે શનિવારે નવી એસઓપીની જાહેરાત કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટ ના ચીફ જસ્ટીસ અરવિંદકુમારે રાજ્યના રપ૦ જેટલા બાર એસોસીએેશનના પ્રમુખ અને સેક્રેટરી સાથે વિડીયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજી હતી. જેમાં પ્રત્યક્ષ કોર્ટ શરૂ કરવાની સંભાવના અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક અંગે રાજયના સૌથી મોટા વકીલોના સંગઠન અમદાવાદ મેટ્રો કોર્ટ બાર એસોસીએશનના સેક્રેટરી ભરત શાહે જણાવ્યુ હતુ કે ચીફ જસ્ટીસ સમક્ષ તેમને પ્રસ્તાવ મુક્યો છે કે મેટ્રો કોર્ટના ૪૦ કોર્ટ પૈકી માત્ર ક કોર્ટ પાસેથી જમીનનો કેસ આવે છે.
જેનું વિસ્તરણ કરવુૃ જાેઈએ. સાથે સાથેે જ કોર્ટમાં લોકોની વધુ અવરજવર ન રહે અને ભીડભાડ ટાળી શકાય એ માટે ચીફ જસ્ટીસ અરવિંદકુમાર તરફથી ખાતરી આપવામાં આવી છે કે આગામી ત્રણ સપ્તાહ સુધી બિનજામીનપાત્ર વોરન્ટ ઈસ્યુ કરવામાં નહીં આવે.