Western Times News

Gujarati News

રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા મહાત્મા ગાંધીજીને અનોખી સ્મરણાંજલિ

વર્લ્ડ હાર્ટ ડે World heart day નિમિત્તે યોજાયેલી સાયકલોથોન Cyclothon અને હાર્ટવૉકને પ્રસ્થાન કરાવતા મહેસુલ મંત્રી

‌‌વર્તમાન સમયમાં તંદુરસ્તીની જાળવણી માટે જરૂરી જાગૃતિ ઊભી કરવાનું કામ  સિમ્સ  દ્વારા થઈ રહ્યું છે તે અભિનંદનને પાત્ર છે, તેમ રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે Kaushik Patel જણાવ્યું છે. વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સિમ્સ હોસ્પિટલ જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ, સોલા અને CIMS Hospital, GMERS Medical college  સિબાલિયન સાયકલિંગ કમ્યુનિટીએ સંયુક્તપણે યોજેલી હાર્ટવોક પ્રસંગે મહેસુલ મંત્રીએ  આમ જણાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે (Dy. CM Nitin Patel) પણ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

રવિવારે સવારે અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં સિમ્સ (Ahmedabad Science city area CIMS) અને  જી.એમ.ઈ.આર.એસ.મેડિકલ કોલેજ, સોલાના સંયુક્તપણે યોજાયેલી સાયકલોથોન ને લીલી ઝંડી બતાવી મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ Bhupendra Patel , બાબુભાઈ જમનાભાઈ પટેલ Babubhai Jamnabhai Patel સહિત પક્ષના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હાર્ટવોક બાદ હ્રદયની વાત દિલથી નામે ઇન્ટરએક્ટિવ સૅશન પણ યોજાયું હતું ,જેમાં તબીબોએ લોકોને હૃદયરોગ સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં ભાગ લેનારા લોકો માટે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે સિમ્સના ડાયરેક્ટર ડૉ. ઉર્મિલ શાહે યુવાનોને ફાસ્ટ ફૂડથી દૂર રહેવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે આજે સ્ટ્રેસનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હૃદય રોગ સંબંધિત બીમારીઓ પણ વધી રહી છે ત્યારે યુવા વર્ગે  તંદુરસ્તીની વિશેષ કાળજી લેવાની જરૂર છે.

આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા ઉત્સાહી સાયકલિસ્ટ જિજ્ઞેશ પટેલે  યુવાનોને સાયકલિંગ તરફ વળવા કહ્યું . તેમણે કહ્યું કે, સાયકલિંગ  એ ઓછી ખર્ચાળ રમત છે અને યુવાનોએ તેનો લાભ લેવો જોઈએ. તેમણે ઉમેર્યું કે ભારતના યુવાવર્ગે સાઇકલનો ઉપયોગ વધારવો જોઈએ. તેમણે કહ્યું કે સાઇકલથી કસરત પણ થાય છે અને પ્રકૃતિનો આનંદ પણ માણી શકાય છે.

આ હાર્ટવોકમાં ભાગ લેવા આવેલા વડીલ કે.સી. પટેલે કહ્યું કે હું દસેક વર્ષથી ચાલુ છું અને મારી તબિયત સારી રહે છે. મને  બ્લડપ્રેશર સિવાય બીજી કોઈ તકલીફ નથી. આમ,  આ વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં અબાલ-વૃદ્ધ સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.