Western Times News

Gujarati News

રાજ્યની સાતમી આર્થિક ગણતરીની કામગીરીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સાતમી આર્થિક ગણતરી અંગેની પ્રવૃત્તિની કામગીરીનો ગાંધીનગરથી શુભારંભ કરાવ્યો હતો.ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ સ્ટેટસ્ટીકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન દ્વારા સમગ્ર દેશમાં આ સાતમી આર્થિક ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આ આર્થિક ગણતરીના ફિલ્ડ વર્ક અને પ્રથમ કક્ષાના ૧૦૦% સુપરવિઝનની કામગીરી, ભારત સરકાર દ્વારા Common Service Centre (CSC)ને સોંપવામાં આવી છે.

અંદાજે ૪૦,૦૦૦થી વધુ ગણતરીદારો અને ૬૫૦૦થી વધુ સુપરવાઇઝરો મારફત મોબાઇલ એપ્લીકેશનના ઉપયોગથી તેઓ આ માહિતી એકત્ર કરવાની કામગીરી કરશે. ગ્રામ્ય કક્ષાની કામગીરી કરવા માટે  CSC દ્વારા ઇ-ગ્રામનો સહયોગ લેવાશે.આ આર્થિક ગણતરીની કામગીરીમાં પ્રથમવાર મોબાઇલ એપ્લીકેશનનો વિનિયોગ કરવામાં આવશે.

આ આર્થિક ગણતરી અન્વયે દેશના તમામ ઘરોની રૂબરૂ મુલાકાત લઇ ઘરની પ્રાથમિક માહિતી અને કુટુંબની વ્યક્તિઓ દ્વારા ઘરમાં ચાલતી આર્થિક પ્રવૃત્તિઓ અને ઘરની બહાર કોઇ ચોક્કસ માળખા વગર કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે, લારી-પાથરણા, રિક્ષા વિગેરે તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓની માહિતી એકત્ર કરવામાં આવનાર છે.  દુકાન, ઓફિસો, કારખાના વિગેરે પ્રકારની ચોક્કસ જગ્યાએ ચાલતી આર્થિક પ્રવૃત્તિઓની માહિતી જે તે સ્થળે જઈને એકત્ર કરવામાં આવશે.

આ આર્થિક ગણતરી કામગીરી અન્વયે ૩૦ જૂન-૨૦૨૦ સુધીમાં સરવે તેમજ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં બધી ડેટા એકત્રીકરણ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે.આ ગણતરી બાદ રાજ્યમાં ચાલતી વિવિધ આર્થિક પ્રવૃત્તિ અન્વયે ગ્રામ, તાલુકા, જિલ્લાવાર તથા પ્રવૃત્તિઓના પ્રકારવાર એકમોની સંખ્યા, તેમાં કામ કરતાં  ક્તિઓની જાતિવાર વિગત તથા અન્ય સંલગ્ન ઉપયોગી માહિતી ઉપલબ્ધ થશે જેની રાજ્યના આર્થિક-સામાજિક વિકાસ માટે જરૂરી નિર્ણયો લેવામાં ખૂબજ ઉપયોગી બની રહેશે.

આ આર્થિક ગણતરી બાદ આ માહિતીને નિયમિત પણે અદ્યતન કરતાં રહી નેશનલ બિઝનેશ રજિસ્ટર તૈયાર કરવાનું આયોજન છે.મુખ્ય સચિવ શ્રી, અનિલ મુકિમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે.કૈલાસનાથન, મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ શ્રી એમ.કે.દાસ, સચિવશ્રી (આયોજન) શ્રી રાકેશ શંકર, કેન્દ્ર સરકારની NSS કચેરીના ડાયરેક્ટર જનરલ શ્રી વિજય કુમાર, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી ઓ.એમ. પ્રભાકરન તથા રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ આ શુભારંભ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.