Western Times News

Gujarati News

રાજ્યની સ્કુલોના કર્મચારીઓની વેક્સિનની વિગતો ગૂગલ ટ્રેકરથી ચકાસવામાં આવશે

દર સપ્તાહે ગૂગલ ટ્રેકર પર વેક્સિન અંગેની માહિતી અપલોડ કરવા પણ સ્કુલોને સુચના

(એેજન્સી) અમદાવાદ, રાજ્યમાં કરોના વેક્સિનેશનને વેગ મળે એ માટેે તમામ સ્કુલોના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને ૧૦૦ ટકા વેક્સિન આપવા માટે ે સુચના આપવામાં આવી છે. જે કર્મચારીઓએે વેક્સિન લીધી હોય તેનુૃ સ્ટેટસ ગુગલ ટ્રેકર પર લીંક પર મુકવા માટે પણ જણાવાયુ છે.

જેથી રાજયમાં કેટલાં કર્મચારીઓની વેક્સિન હજુ બાકી છે. એ જાણી શકાશે. ઉપરાંત દર સપ્તાહે આ માહિતી અપડેટ કરવા માટે પણ સુચના આપવામાં આવી હતી. આમ, તમામ સ્કુલોના કર્મચારીઓ વેક્સિન લઈ લે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હોવાનુૃ જાણવા મળે છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભારત સરકારના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા કોરોના વાાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે વેક્સિનેશન બાબતે લાયક વય જૂથમાં ૧૦૦ ટકા રસીકરણ કરવા માટે સુચના આપી હતી. જેથી રાજ્યની તમામ શાળાઓના શૈક્ષણિક તથા અન્ય કર્મચારીઓને કોવિડ-૧૯ની રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે જણાવાયુ હતુ. ઉપરાંત આ તમામ કર્મચારીઓનુ સ્ટેટસ ગૂગલ ટ્રેકર લીંક પર મુકવા માટે પણ સુચના આપવામાં આવી છે. જેથી ગુગલ ટ્રેકર લીંક દ્વારા કેટલા કર્મચારીઓનું વેક્સિનેેશન થયુ તે અંગે જાણી શકાશે.

ગુગલ ટ્રેકર લીંકમાં તમામ પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક તથા અન્ય તમામ વેક્સિન લીધેલા કર્મચારીઓની માહિતી શાળા દ્વારા ભરવા માટે પણ જણાવાયુ છે. શાળામાં રસી લીધેલા તમામ કર્મચારીઓની અદ્યતન માહિતી દર અઠવાડીયેાના બુધવારે સકુલ કક્ષાએથી અપલોડ કરવા માટે પણ જણાવાયુ છે.

આ સુચનાને લઈને અમદાવાદ, શહેર જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પોતાના તાબાની તમામ સ્કુલોના સંચાલકોને પરિપત્ર કરી ૧૦૦ ટકા વેક્સિન માટેની સુચના આપી દીધી હોવાનું જાણવા મળે છે. આ સુચનાના પગલે સ્કુલોએ પોતાના કર્મચારીઓ ની વિગતો એકત્ર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.

રાજયની તમામ પ્રાથમિક શાળાઓના શિક્ષકો અને અન્ય કર્મચારીઓનું ૧૦૦ ટકા વેક્સિન થાય એ માટેના પ્રયાસના ભાગરૂપે અગાઉ કામગીરી કરવામાં આવી હતી. જમાં મોટાભાગના કર્મચારીઓ એ વેક્સિન લઈ લીધી હોવાનુૃ જાણવા મળે છે.

જાે કે, હજુ પણ કેટલાંક કર્મચારીઓ બાકી રહી ગયા હોવાનુૃ ધ્યાને આવતા ગુગલ ટ્રેકરની મદદથી કેટલાંક કર્મચારીઓની વેકસિન બાકી છે એ જ ાણી શકાશે અને આગામી દિવસોમાં તેમને પણ વેક્સિન અપાવી તે અંગેની વિગતો અપલોડ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.