રાજ્યની ૧૭ કંપનીઓની ૮ હજાર કરોડની બેંક લોન બાકી
અમદાવાદ: રાજ્યના ૨૪૨૬ વિલફૂલ ડિફોલ્ટર્સના નામ જાહેર કરાયા છે. જેમાં ૧૭ કંપનીઓની ૮ હજાર કરોડની બેંક લોન બાકી હોવાનું સામે આવ્યું છે. કંપનીઓએ ૮ હજાર કરોડની બેંક લોન નથી ચૂકવાઇ. કંપનીઓએ બેંકોમાંથી ૮, ૭૫૧ કરોડથી વધુની લોન લીધી છે.
ઓલ ઇન્ડિયા એમ્લપોઇઝ એસોસિએશનને ૧૭ કંપનીના નામ જાહેર કર્યા છે. જેમાં અમદાવાદની ૫ કંપનીઓએ પણ લોન ચૂકવવાની બાકી છે. અમદાવાદની ૫ કંપનીઓની ૨ હજાર ૬ કરોડની સરકારી બેંક લોન બાકી છે. કંપનીઓ પાસે પૈસા હોવા છતા પણ લોન નથી ચૂકવી રહી.
યાદીમાં અમદાવાદ, સુરત, વડોદરાની કંપનીઓના નામ છે. સુરતની વિન્સમ ડાયમંડ્સે ૨ હજાર ૬૫ કરોડની લોન ચૂકવવાની બાકી છે. જ્યારે અમદાવાદની ઇલેક્ટ્રોથર્મના ૧ હજાર ૩૧૫ કરોડ બાકી છે. જ્યારે અમદાવાદની સાઇ ઇન્ફો સિસ્ટમના ૫૭૪ કરોડ બાકી છે. કઈ કંપનીનું કેટલુ ચૂકવણુ બાકી? વિન્સમ ડાયમંડ્સ – અમદાવાદ – ૨૦૬૫ કરોડ,સિદ્ધી વિનાયક લોજીસ્ટિક સુરત – ૨૦૬૫ કરોડ,સ્ટર્લિંગ બાયોટેક બરોડા – ૧૩૧૫ કરોડ,ડાયમંડ પાવર ઇન્ફ્રા. બરોડા – ૭૧૨ કરોડ,ઇલેક્ટ્રોથર્મ અમદાવાદ – ૧૩૧૫ કરોડ,સાઇ ઇન્ફો સિસ્ટમ અમદાવાદ – ૫૭૪ કરોડ,કેમરોક બરોડા – ૩૦૦ કરોડ,નાકોડા લી, સુરત – ૪૪૪ કરોડ,એબીસી કોસ્ટપીન – ૭૬૬ કરોડ,આર્ડોર ગ્લોબલ – ૬૮ કરોડ, જલારામ રાઇસ અમદાવાદ – ૬૭ કરોડ, કંડલા એનર્જી-કેમિકલ્સ અમદાવાદ – ૪૧ કરોડ,મુક્ત જ્વેલર્સ – ૧૭૪ કરોડ,એએ ફેબટેક્સ અમદાવાદ – ૯ કરોડ રિદ્ધી-સિદ્ધી જીનિંગ પ્રોસેસિંગ – ૧૮ કરોડ, જોન્સન એન્ટરપ્રાઇઝ – ૧૮ કરોડ બાકી છે.