રાજ્યપાલ દ્વારા પ. બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના સંકેત
કોલકાતા, પશ્ચિમ બંગાળની રાજનીતિ પર સંકટના વાદળ ઘેરાતા દેખાઇ રહ્યા છે. ગુરૂવારના રોજ કોલકત્તાના ડાયમંડ હાર્બરમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલા બાદ શુક્રવારના રોજ રાજ્યપાલે એક પત્રકાર પરિષદ કરી. તેમાં ગવર્નર જગદીપ ધનખડેએ રાજ્યના સીએમ મમતા બેનર્જીને અપીલ કરતાં કહ્યું કે તમે જાે સંવૈધાનિક રાહથી ભટકો છો તો મારી જવાબદારીની શરૂઆત થાય છે. ભલામણ કરું છું કે તમે સંવિધાનની વિરૂદ્ધ કામ કરશો નહીં. આ બધાની વચ્ચે કેન્દ્ર એ ૧૪ ડિસેમ્બરના રોજ રાજ્યના ડીજીપી અને મુખ્ય સચિવને બોલાવ્યા છે. રાજ્યપાલ ઘટના પર પોતાનો રિપોર્ટ પણ મોકલી ચૂકયા છે. એવામાં પ્રશ્ન ઉઠવા લાગ્યો છે કે શું રાજ્યપાલ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરવાના છે?
બંગાળના રાજ્યપાલે સીએમ સામે પ્રશ્ન કર્યો કે રાજ્યમાં કોણ બહારી છે, તેનો તેની સાથે શું મતલબ છે? શું ભારતીય નાગરિક પણ બહારી છે, મમતાએ આ પ્રકારનું નિવેદન આપવું જાેઇએ નહીં. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી એ આગ સાથે રમવું જાેઇએ નહીં. મુખ્યમંત્રીએ સંવિધાનનું પાલન કરવું જાેઇએ.
મીડિયા સાથે વાત કરતાં રાજ્યપાલે કહ્યું કે ભાતરના સંવિધાનની રક્ષા કરવી મારી જવાબદારી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ ખરાબ છે. બંગાળમાં સંવિધાનની મર્યાદાઓ તૂટી રહી છે. ડાયમંડ હાર્બરમાં નડ્ડાના કાફલા પર હુમલો થયો છે. મમતાને તેના માટે માફી માંગવી જાેઇએ. મમતાને સંવિધાનનું પાલન કરવું પડશે.
જે ગઇકાલે થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે આપણા પ્રજાતાંત્રિક મૂલ્યો પર ધબ્બો છે. બધાને પોતાની રાખવાનો અધિકાર છે. પરંતુ ગઇકાલે એવું થયું નહીં. સિલીગુડીમાં પણ આવું થયું. પ્રદર્શનકારીઓને ડરાવા ધમકાવામાં આવ્યા. આ બધું એવા દિવસોમાં થયું જ્યારે આવતીકાલે માનવાધિકાર દિવસ હતો. સરકારી મુલાજિમ રાજકીય પાર્ટીના સભ્યોની જેમ કામ કરી રહ્યા છે. એવા ૨૧ લોકોની યાદી મારી પાસે છે.SSS