રાજ્યભરમાં આવેલી પ્રાથમિક શાળાના વર્ગો ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા
અમદાવાદ, રાજ્યમાં હવે કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોના સંકટ બાદ હવે લોકોનું જીવન પાટા પર પરત ફરી રહ્યું છે. રાજ્યમાં માત્ર આઠ મહાનગરો સિવાય કોઈ જગ્યાએ કર્ફ્યૂ પણ લાગૂ નથી. ગુજરાતમાં ધોરણ ૯થી ૧૨ની શાળાઓ અને કોલેજાેના વર્ગો પણ શરૂ થઈ ગયા છે. હવે રાજ્યમાં ટૂંક સમયમાં પ્રાથમિક શાળાના વર્ગો પણ શરૂ થઈ રહ્યું છે. મહત્વનું છે કે છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા કોરોનાને કારણે બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી છે.
રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા બાદ રાજ્ય સરકાર પણ ફરી શાળાઓ શરૂ કરવા માટે ર્નિણય લઈ શકે છે. રાજ્યમાં ધોરણ ૯થી ૧૨ અને કોલેજાે શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ હજુ પ્રાથમિક શિક્ષણની શાળાઓ શરૂ કરવામાં આવી નથી.
ધોરણ ૯ થી ૧૨ના વર્ગો તેમજ કોલેજાે શરૂ કરાયા બાદ હવે પ્રાથમિકના વર્ગો શરૂ કરવાનો ર્નિણય રાજ્ય સરકાર લે તેવી શક્યતા છે. તજજ્ઞો મુજબ રાજ્ય સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવાનો ર્નિણય અને જે ગાઈડલાઈન જાહેર કરાઈ એ મુજબ પ્રાથમિકના વર્ગો હવે શરૂ કરવા જાેઈએ. અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રીન્ટેડન્ટ ડોક્ટર રાકેશ જાેશીએ જણાવ્યું કે કોરોનાની બીજી અને ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થઈ શકે છે એવી શક્યતા અનેક લોકોએ વ્યક્ત કરી છે.
ત્રીજી લહેર અને એમાં પણ બાળકો જાે સપડાય તો અમે તમામ વ્યવસ્થા કરી રાખી છે પરંતુ સદનસીબે સિવિલ હોસ્પિટલમાં અત્યારે એકપણ કોરોના પોઝિટિવ બાળક સારવાર માટે દાખલ નથી.
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં કોરોનાના કેસો ઘટ્યા છે, સરકાર પણ યોગ્ય પગલાં લઈ રહી છે. આ સ્થિતિમાં હવે જાે પ્રાથમિકના વર્ગોના શરૂ થાય તો કઈ વાંધો આવે એવું લાગતું નથી. કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે, આવશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે એવામાં આપણે સૌએ સામાન્ય જીવન તરફ આગળ વધવું જ પડશે.બાળકોનો અભ્યાસમાં પાયો મજબૂત થવાને બદલે અભ્યાડ કાંચો રહી જાય એવી સ્થિતિ ઉદભવી છે. બાળકો પણ ઘરે રહીને કંટાળ્યા છે, ઓનલાઈન અભ્યાસમાં વાલીઓએ પણ સમસ્યાનો સામનો કરવો પડે છે.
ઓનલાઈન અભ્યાસથી બાળકોની આંખોમાં સમસ્યા થઈ રહી છે સાથે જરૂરી અભ્યાસ પણ પૂરો કરવો મુશ્કેલ સાબિત થાય છે. હાલ કેસો ઘટ્યા છે ત્યારે જાે સરકાર આગામી દિવસમાં પ્રાથમિકના વર્ગો શરૂ કરે તો કોઈ ખાસ વાંધો આવે એવું લાગતું નથી. પરંતુ હાલ જે રીતે લોકો પોતાને સાચવી રહ્યા છે એ રીતે તમામ પોતાને સાચવે અને તકેદારી રાખે એ જરૂરી રહેશે.HS