રાજ્યભરમાં કોરોના કેટલાક દિવસથી ૧૦%ના દરે વધે છે
અમદાવાદમાં સૌથી વધુ ૨૨૫૧ નોંધાતા શહેરમાં કેટલી ગંભીર સ્થિતિ સર્જાઈ છેઃ રાજ્યમાં ૬૭ દર્દીઓના મોત
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી જાણે કોરોનાના કેસ રોજના ૧૦ ટકાના દરે વધી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. રાજ્યમાં ગઈકાલે ડેઈલી કેસનો આંકડો છ હજારને પાર પહોંચ્યો હતો, જે આજે ૧૦ ટકા વધીને ૬૬૦૦ને પાર કરી ગયો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૨૨૫૧ નોંધાતા શહેરમાં કેટલી ગંભીર સ્થિતિ સર્જાઈ છે તે વાતનો સ્પષ્ટ નિર્દેષ મળી રહ્યો છે.
અમદાવાદ બાદ ૧૨૬૪ કેસ સાથે સુરત બીજા નંબરે છે. આમ, રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી ૫૦ ટકા તો માત્ર અમદાવાદ અને સુરતમાં જ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાર દિવસ પહેલા નવા કેસનો આંકડો પાંચ હજારને પાર થયો, તેના બીજા જ દિવસે ૫૫૦૦થી વધુ કેસ નોંધાયા હતા, અને પછી નવા કેસોનો આંકડો ૬૦૦૦ને પાર પહોંચ્યો હતો, જે આજે ૬૬૯૦ને આંબી ગયો છે.
આમ, રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી ૫૦ ટકા તો માત્ર અમદાવાદ અને સુરતમાં જ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાર દિવસ પહેલા નવા કેસનો આંકડો પાંચ હજારને પાર થયો, તેના બીજા જ દિવસે ૫૫૦૦થી વધુ કેસ નોંધાયા હતા, અને પછી નવા કેસોનો આંકડો ૬૦૦૦ને પાર પહોંચ્યો હતો, જે આજે ૬૬૯૦ને આંબી ગયો છે.
આજે રાજ્યમાં મૃત્યુઆંક પણ વધીને ૬૭ પર પહોંચી ગયો છે. જેમાં સૌથી વધુ ૨૩ લોકોના મોત અમદાવાદમાં જ્યારે ૨૨ લોકોના સુરત શહેરમાં મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ કરતાં અડધા એક્ટિવ કેસ હોવા છતાંય સુરત મૃત્યુઆંકની બાબતમાં અમદાવાદની લગોલગ ચાલી રહ્યું છે. આ સિવાય રાજકોટમાં ૫, વડોદરામાં ૪, સુરત ગ્રામ્યમાં ૩, બનાસકાંઠામાં ૨, રાજકોટ ગ્રામ્યમાં ૨, આણંદ, ભરુચ, છોટા ઉદેપુર, ગાંધીનગર, જુનાગઢ અને સાબરકાંઠામાં ૧-૧ દર્દીના મોત થયા છે.
સરકારી આંકડા અનુસાર, હાલ રાજ્યમાં ૩૪,૫૫૫ દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી ૨૨૧ દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને ૩૪,૩૩૪ દર્દીઓ સ્ટેબલ છે. આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયો હોય તેવા દર્દીઓની સંખ્યા ૨,૭૪૮ થાય છે.
એક તરફ સરકારી હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સોની લાંબી-લાંબી લાઈનોના દ્રશ્યો લોકોને ડરાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ રુપિયા આપીને પ્રાઈવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવા માગતા લોકોની પણ હવે કફોડી હાલત થઈ રહી છે. આજ સવારના આંકડા અનુસાર, અમદાવાદની પ્રાઈવેટ હોસ્પિટલોમાં આઈસીયુ અને વેન્ટિલેટરવાળા બેડ ૯૭ ટકા જેટલા ફુલ થઈ ગયા છે.
આમ, પ્રાઈવેટ હોસ્ટિપલોમાં ક્રિટિકલ હાલતમાં રહેલા દર્દીઓને સારવાર આપવા હવે ભાગ્યે જ જગ્યા બચી છે.
અમદાવાદ શહેરમાં અત્યારે એવી સ્થિતિ છે કે કોરોનાથી કોઈનું મૃત્યુ થયા બાદ અંતિમવિધિ માટે પણ કલાકો સુધી રાહ જાેવી પડે છે.
શબવાહિનીઓ ખૂટી પડી હોવાથી આઠ કલાક જેટલો સમય તો મૃતદેહને હોસ્પિટલમાંથી સ્મશાને પહોંચાડવામાં જ થાય છે. આટલું ઓછું હોય તેમ સ્મશાનમાં પહોંચ્યા બાદ પણ લાઈનમાં ઉભું રહેવું પડે છે, અને અંતિમ સંસ્કાર માટે આઠેક કલાક સરેરાશ રાહ જાેવી પડે છે.