Western Times News

Gujarati News

રાજ્યભરમાં દારૂબંધીની વાત કાગળ પર : અમદાવાદ મોખરે

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં કડક દારૂબંધી હોવાની ગુલાબાંગો વચ્ચે આજે વિધાનસભામાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ગૃહ મંત્રી(મુખ્યમંત્રી)એ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં રૂ.૨૫૨ કરો, ૩૨ લાખ, ૫૨ હજાર, ૭૧૪ની કિંમતનો દારૂ ઝડપાયો છે. જેમાં વિદેશી દારૂની ૧ કરોડ ૩૮ લાખ ૧ હજાર ૫૫૮ બોટલ જ્યારે બિયરની ૧૭ લાખ ૧ હજાર ૩૮ બોટલ ઝડપાઈ હતી. તેમજ ૧૮ લાખ ૫૮ હજાર ૨૧૭ લિટર દેશી દારૂનો સમાવેશ થાય છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી રૂ.૧૦ કરોડ ૬૫ લાખ ૩ હજાર ૩૯૮ની કિંમતની ૩ લાખ ૧૮ હજાર ૬૯૦ વિદેશી દારૂની બોટલો ઝડપાઈ છે. કિંમતની દ્રષ્ટિએ સૌથી વધુ વિદેશી દારૂ અમદાવાદમાંથી જ્યારે જથ્થાની દ્રષ્ટિએ સૌથી વધુ વિદેશી દારૂ સુરતમાંથી ઝડપાયો હતો. સૌથી વધુ વિદેશી દારૂની બોટલ સુરતમાંથી ઝડપાઈ છે.

સુરતમાંથી ૧૪ કરોડ ૧૫ લાખ ૯૨ હજાર ૬૦૨ની કિંમતની કુલ ૨૨ લાખ ૫૯ હજાર ૨૦૨ બોટલ ઝડપાઈ છે. સરકારના જવાબ પરથી એક રીતે રાજયમાં દારૂબંધીની વાત કાગળ પર રહેતી હોવાનું સ્પષ્ટ થયું છે. વિપક્ષ કોંગ્રેસના પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજય સરકારને એક રીતે આ વાતનો સ્વીકાર કરવો પડયો હોય તેવી સ્થિતિનિર્માણ થઇ હતી. સરકાર દ્વારા અપાયેલી વિગતોમાં રાજયમાં સુરત, અમદાવાદ બાદ દારૂબંધીના ભંગ બદલ રાજયમાં બીજા નંબર પર વલસાડ છે. વલસાડમાંથી ૧૭ કરોડ, ૧૫ લાખ, ૩૧ હજાર, ૭૭૦ની કિંમતની ૧૭ લાખ, ૫૭ હજાર, ૮૮૯ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ હતી. તો આ મામલામાં ત્રીજા નંબર પર પંચમહાલ છે.

પંચમહાલમાંથી ૬ કરોડ, ૨૦ લાખ, ૫૩ હજાર, ૫૯૬ની કિંમતની ૮ લાખ, ૫૨ હજાર, ૫૯૦ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ છે. તેમજ પાંચમાં નંબરે રહેલા અમદાવાદમાંથી રૂ.૨૫ કરોડ, ૮ લાખ, ૬૮ હજાર, ૫૧૯ની કિંમતની ૮ લાખ, ૩૯ હજાર વિદેશી દારૂની બોટલ પકડાઈ છે. જા કે, ચોંકાવનારી વાત તો એ છે કે, દારૂમાં કિંમતની દ્રષ્ટિએ અમદાવાદનો પહેલો નંબર આવે છે, પરંતુ બોટલની દ્રષ્ટિએ પાંચમાં ક્રમે છે. તેમજ દેશી દારૂની વાત કરીએ તો, અમદાવાદ રૂ. ૪૭ લાખ, ૪૯ હજાર, ૨૦ની કિંમતના ૨ લાખ, ૩૭ હજાર, ૪૫૧ લિટર દેશી દારૂ સાથે પ્રથમ નંબર પર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.