Western Times News

Gujarati News

રાજ્યમાં અકસ્માતના બે બનાવ, બે લોકોના મોત, બે લોકો ઈજાગ્રસ્ત

ગાંધીનગર: રાજ્યમાં જુદાજુદા અકસ્માતના બે બનાવો બન્યા હતા. જેમાં બે લોકોના મોત નીપજ્યા હતા જ્યારે બે લોકો ઘાયલ થયાના અહેવાલો સામે આવ્યા હતા. પહેલો બનાવ મોરબીમાં બન્યો હતો. જ્યાં મોરબી કચ્છ નેશનલ હાઈવે પર અવનારવાર અકસ્માતના બનાવો બનતા રહે છે ત્યારે માળીયા મિયાણા ગામ નજીક ટ્રકના ચાલકે બોલેરો પીકઅપ કારને ઠોકરે લેતા એકનું મૃત્યુ નીપજ્યું હતું તો બે વ્યક્તિઓને ઈજા થઇ હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોધાઇ છે

મળતી માહિતી મુજબ મોરબીના શકત શનાળા ગામે રહેતા દિનેશભાઈ સવજીભાઈ ખટાણાએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રેલર જીજે ૧૨ બીવાય ૦૧૦૪ ના ચાલકે પોતાનું ટ્રેલર પુર ઝડપે ચલાવી માળીયા પહોચતા ફરિયાદી દિનેશભાઈની બોલેરો પીકઅપ જીજે ૦૩ ઝેડ ૬૦૪૬ ના પાછળના ઠાઠામાં ભટકાડી અકસ્માત કરી બોલેરોને પલટી ખવડાવી ગાડીના ઠાઠામાં બેઠેલ નીલેશભાઈ મુકેશભાઈ પુજારા (ઉ.૩૯) રહે-મોરબી માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો લક્ષ્મણભાઈ અને ભાવેશભાઈને ઈજાઓ થઇ હતી અને ટ્રેલર ચાલક ટ્રેલર મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસે પણ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
છે.

જ્યારે બીજાે બનાવમાં માળિયાના નાના દહીસરા ગામના પાટિયા નજીક બુલેટના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા એકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ મોરબીના ઝીંઝુડા ગામે રહેતા રફીકભાઈ હાજીભાઇ નોબેએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

આરોપી બુલેટ જીજે ૩૬ પી ૯૮૫૯ ના ચાલકે પોતાનું મોટર સાઈકલ પુર ઝડપે ચલાવીને નાના દહીંસરા ગામના પાટિયા નજીક ફરિયાદી રફીકભાઈના મોટર સાઈકલ જીજે ૧૦ કયું ૭૮૬૩ સાથે અકસ્માત કરતા અકસ્માતમાં ફરિયાદી રફીકભાઈને સામાન્ય ઈજા પહોચી હતી તો સાહેદ હનીફભાઈને માથામાં તથા પગમાં ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.