રાજ્યમાં આગામી દિવસોમાં હજુ ઠંડીનું જોર વધશે
અમદાવાદ, રાજ્યમાં હવે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડીનો એવો માહોલ હોય છે કે વોકિંગ અથવા રનિંગ માટે નિકળતા લોકો ગરમ કપડા પહેરીને બહાર આવી રહ્યા છે. રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં ઠંડીનાં કારણે લોકો તાપણા કરતા જાેવા મળી જાય છે.
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ઠંડીની ધીમીગતિથી શરૂઆત થઇ ચુકી છે. લઘુત્તમ તાપમાનમાં પણ હવે ઘટાડો થઇ રહ્યો છે. ગાંધીનગર અને અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં આજે પારો ગગડ્યો છે. હવામાન વિભાગનાં કહેવા મુજબ જ લઘુત્તમ તાપમાનમાં હવે ઘટાડો થઇ રહ્યો છે.
લઘુત્તમ તાપમાન હજુ પણ ઘટી શકે છે. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં હજુ પણ ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે. આજે સવારથી ઠંડા પવન સાથે ઠંડીનાં પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી, સુરતનું લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી, વનસાડ અને નવસારીમાં લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી નોંધાયુ છે.
રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં ઠંડીનાં કારણે રસ્તાઓ પર ધૂમ્મસ જાેવા મળે છે, જેના કારણે વીજીબીલીટીમાં ઘટાડો થયો છે. રાજ્યમાં વધતી ઠંડીનાં કારણે લોકો પોતાના ગરમ વસ્ત્રો નિકાળી રહ્યા છે. જાે કે હજુ પણ દિવસ દરમિયાન વાતાવરણમાં ગરમીનું પ્રમાણ અનુભવાઇ રહ્યુ છે. જાે કે રાત્રિ અને વહેલી સવારે તાપમાનમાં ઘણો ઘટાડો થઇ રહ્યો છે.HS